________________
પછમ વ્યાખ્યાન.
૨૫૯ એ પરિપૂર્ણ છું કે એ વિષે મને બહોવાનું કંઈજ કારણ નથી. સાહિત્યમાં મારી બુદ્ધિ અખલિત છે, તર્કશાસ્ત્રમાં તે મારા જે પારગામી બીજો કોણ છે? ક્યા શાસ્ત્રમાં પરિ શ્રમ નથી કર્યો? અરે વાદિ ! હું દરેક શાસ્ત્રમાં, રમતાં રમતાં તારે પરાજય કરી શકું તેમ છું.” એ પ્રમાણે અહંકારના તરંગોમાં તણાતે ઇન્દ્રભૂતિ શ્રી મહાવીર પ્રભુના સમવસરણમાં આવી પહોંચે.
ઇન્દ્રભૂતિની ગભરામણ પણ આ શું થયું ! એકાએક ઈન્દ્રભૂતિ ગભરાઈને કેમ ઉભું થઈ રહ્યો? ચેત્રીશ અતિશયેથી શોભી રહેલા, સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા, સુરેન્દ્રોથી પૂજાતા, સુર નરોથી પરિવરેલા અને અમૃતમય વાણીથી દેશના આપી રહેલા જગતુપૂજ્ય મહાવીર પ્રભુનું તેજસ્વી અને ભવ્ય મુખારવિંદ જોઇ ઈન્દ્રભૂતિ દંગ કાં થઈ થયે? તે પગથીયા ઉપર જ ઉભો રહી આટલા બધા શા વિચાર કરતા હશે?
તેને થયું કે, અહે! આ તે બ્રહ્મા હશે કે વિશુ હશે કે શંકર ? લાગે છે તે ચન્દ્ર જેવા, પણ ચન્દ્રજ હોય તે કલંક કયાં? ત્યારે શું સૂર્ય હશે? ના. સૂર્ય હોય તે સામું જોઈ પણ ન શકાય, અને આ તે સૌમ્ય કાંતિવાળા છે. ત્યારે શું આ મેરૂ હશે ? મેરૂ હોય તે મેરૂની સ્વાભાવિક કઠણતાને બદલે આટલી કમળતા કયાંથી હોય ? ત્યારે શું કૃષ્ણ હશે ? એ પણ અસંભવિત છે. કૃષ્ણ તે કાળે છે અને આમની કાંતિ તે સુવર્ણના તેજ, જેવી ઝળહળી રહી છે. કદાચ બ્રહ્મા પોતે જ હશે. પણ બ્રાની વૃદ્ધાવસ્થા સાથે આ પુરૂષની યુવાનીને મેળ શી રીતે સાંધ? ત્યારે શું કામદેવ હશે? પણ કામદેવને તે શરીર જ કયાં હોય છે અને આમને તે આવું સરસ શરીર છે. આખરે બહુ બહુ .