________________
નવમ વ્યાખ્યાન.
૪૩
અસ્ત્રાથી (મુંડન) કરાવવાને અસમર્થ હોય અથવા જેના માથામાં ગુંબડાં આદિ થયેલ હોય તેના કેશ કાતરવા ક૯પે. (પંદર પંદર દિવસે શય્યાના બંધ છુટા કરવા અને પ્રતિલેખવા જોઈએ અથવા સર્વ કાલ પંદર પંદર દિવસે આપણું પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. ચોમાસામાં વિશેષ કરીને લેવું જોઈએ.+) જે સહન ન કરી શકે તેણે મહીને મહીને મુંડન કરાવવું. જે કાતર. વડે કેશ કતરાવે તો પંદર પંદર દિવસે ગુપ્ત રીતે કતરાવવા. મુંડન કરાવવાનું અને કરાવવાનું પ્રાયશ્ચિત્ત નિશીથમાં કહેલ યથાસંખ્ય લઘુ ગુરુ માસ૫ જાણવું ચ છ માસે કર, પણ સ્થવિરક૯પી સાધુઓમાં સ્થવિર એટલે વૃદ્ધ હોય તેણે ઘડપણથી જર્જરિત થવાને લીધે તથા આંખનું રક્ષણ કરવાને માટે એક વર્ષે લેચ કરાવો અને તરૂણે ચાર માસે લોચ કરાવે. પણ,
વચનશુદ્ધિ ર૩ ચોમાસું રહેલ સાધુ સાધ્વીને આગળ એટલે પર્યુષણ પર્વ પછી કલેશ ઉપજાવે તેવું વચન બોલવું કપે નહીં. જે સાધુ અથવા સાધ્વી ફ્લેશ કરાવે એવું વચન બોલે તેને આ પ્રમાણે કહેવું જોઈએ. “હે આર્ય! તમે આચાર વિના બેલે છો, કારણ કે પયુંષણના દિવસ પહેલાં અથવા તેજ દિવસે જે કલેશકારી વચન ઉત્પન્ન થયેલ (બેલેલ) તે તે પર્યુષણામાં ખમાવ્યું અને હવે જે પર્યુષણ પછી કલેશકારી વચન બોલે છે તે આ અનાચાર છે.” એ ભાવ જાણુ. આ પ્રમાણે નીવાર્યા છતાં જે સાધુ અથવા સાધ્વી પર્યુષણ પછી કલેશકારી વચન બોલે તેને તંબલીના પાનના દ્રષ્ટાંતથી સંઘ બહાર કરવા. જેમ તળી સડેલ પાનને બીજાં પાન નાશ કરવાના ભયથી કાઢી નાખે છે તેવી રીતે અનંતાનુબંધી ક્રોધવાળે સાધુ પણ વિનષ્ટજ
+ આટલી શયા સંબંધી હકીકત કેશલોચના વિષયમાં વચ્ચે કેમ આવી તે સમજાતું નથી. = ભુરમુંડને લઘુમાસને કતરાવનારને ગુરુ માસ.