________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૮.
ઇંદ્રાદિ દેવોએ કરેલે અંતિમ સંસ્કાર પ્રભુ મેક્ષે ગયા તે વખતે ઈન્દ્રનું આસન કંપ્યું અને તેણે પતાના અવધિજ્ઞાનથી પ્રભુનું નિર્વાણ જાણી લીધું. પછી તે પોતાની અગ્રમહિષી, લોકપાળ આદિ સર્વ પરિવાર સાથે પ્રભુના શરીર પાસે આવ્યો અને ત્રણ પ્રદક્ષિણા આપી. તેના નેત્રમાં આંસુ ઉભરાઈ આવ્યાં, વદન ઉપર ગમગીની છવાઈ ગઈ! પ્રભુના શરીરની બહુ નજીક નહીં તેમ બહુ દૂર નહીં એવી રીતે બે હાથ જોડી ઉભો રહ્યો. ઈશાનેં આદિ સર્વ ઇન્દો, પોતાનાં આસનકંપ ઉપરથી પ્રભુનું નિર્વાણ જાણુ પિતપતાના પરિવાર સાથે અષ્ટાપદ પર્વત પર આવ્યા અને વિધિપૂર્વક ઉભા રહ્યા.
ઈન્દ્ર ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક દેવે પાસે નંદનવનમાંથી શીષચંદનકાષ્ટ મંગાવી ત્રણ ચિતા કરાવી. એક તીર્થકરના દેહને માટે, એક ગણધરના દેહને માટે અને ત્રીજી બાકીના મુનિઓનાં શરીર માટે.
આભિયોગિક દેવે ક્ષીર સમુદ્રનું પાણી લઈ આવ્યા. તે વડે ઈન્દ્ર તીર્થકરના શરીરને નવડાવ્યું, તાજા શીર્ષચંદનનું વિલેપન કર્યું, હંસ લક્ષણવાળું વસ્ત્ર ઓઢાડ્યું અને સર્વ અલંકારથી વિભૂષિત કર્યું. એ જ પ્રમાણે બીજા દેવાએ પણ ગણુધરે અને મુનિઓનાં શરીર સંબંધી સ્નાન-વિલેપન આદિ વિધિ કરી.
તે પછી ઈન્ડે વિચિત્ર પ્રકારના ચિત્રાવાળી ત્રણ પાલખી કરાવી. અત્યારે જે કે તેના હૃદયમાં ગ્લાની અને દીનતા ભરી હતી અને તેના નેત્રમાંથી સતત અથુને પ્રવાહ વહેતે હતે. છતાં તેણે તીર્થકરના શરીરને જાળવીને પાલખીમાં પધરાવ્યું. બીજ દેએ તેજ પ્રમાણે ગણધર અને મુનિઓનાં શરીર પાલખીમાં પધરાવ્યાં.
ચીતા પાસે તીર્થકરના શરીરને પાલખીમાંથી ઉતાયુ