________________
શ્રી કપત્રરાફડા ઉપર ચડી ચારે તરફ દષ્ટિ ફેંકી વેપારીઓને મારી નાંખ્યા. પેલે વૃદ્ધ પુરૂષ જેણે હિતોપદેશ આપી સૈને વારવાને પ્રયત્ન કર્યો હતે તે ન્યાયી હોવાથી વનદેવતાએ તેની પર દયા લાવી જીવતો જવા દીધું અને તેને સહિસલામત પિતાના સ્થાને પહોંચાડો.
હે આણંદ ! તારે ધર્માચાર્ય પણ આટલી બધી સંપદા હેવા છતાં, પેલા વેપારીઓની જેમ, હજી પણ અસંતુષ્ટ રહીને
જ્યાં ત્યાં મારી નિંદા કરતે ફરે છે તે ઠીક નહીં. મને તેની પર એટલે બધો ક્રોધ ચડે છે કે હું તેને મારા પિતાના તપના તેજથી આજે ને આજે જ બાળી ભસ્મ કરી દઈશ. હું અત્યારે તે માટેજ નીકળે છું. તું જલદી અહીંથી જ અને મેં કહેલે બધો વૃતાન્ત તેને કહી સંભળાવ. તું ત્યાં જઈને તારા ધર્માચાર્યને હિતકર ઉપદેશ આપીશ તે હું તને ન્યાયી માની પેલા વૃદ્ધ વેપારીની જેમ જીવતા રહેવા દઈશ.”
ગોશાળાએ કહેલું દષ્ટાન્ત અને તેણે આપેલી ધમકીથી આણંદ ભયભીત થઈ ગયા. તેમણે ભગવંતની પાસે એકદમ આવી સર્વ વૃતાન્ત નિવેદન કર્યું. એટલામાં તે ગોશાળે પણ ત્યાં આવી પહે.
જુઓ, આ શાળે આવે છે, તમે બધા સાધુઓ આડાઅવળા ચાલ્યા જાઓ, તમ વિગેરેને પણ કહી લો કે કોઈ પણ સાધુ તેની સાથે વાદવિવાદ ન કરે.” એ પ્રમાણે પ્રભુએ આજ્ઞા કરી. સાધુઓ પિતપતાના સ્થાને ચાલ્યા ગયા.
ગોશાળ ક્રોધથી તે ધમધમતું જ હતું. તેણે આવતાવેંત પ્રભુને ઉદ્દેશી આક્ષેપક વાણીમાં કહ્યું કે –“ અરે કાશ્યપ ! તે એમ કેમ બોલ્યા કરે છે કે આ ગોશાળ તે મંજલીના પુત્ર