________________
૨૭૭
શ્રી કલ્પસૂત્ર
ગેત્રીય અગ્નિભૂતિ! કર્મ છે કે નહીં? એ વિષે નિરંતર તારા મનમાં ગુંચવાડે રહ્યા કરે છે! તને આ શંકા પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદપદોથી થઈ છે, એ હું બરાબર જાણું છું.
કર્મનું રહસ્ય “પુe gવેલું નિ સર્વ ય મૃત ચર્ચ માર્ચ” એ વેદવાકયથી તું એમ સમજે છે કે આ પ્રત્યક્ષ જણાતું ચેતનઅચેતનરૂપ જે ભૂતકાળમાં થયેલું છે, અને જે ભવિષ્યકાળમાં થવાનું છે તે સર્વ પુરૂષ જ છે, એટલે આત્મા જ છે. મતલબ કે આત્મા સિવાય કર્મ જેવું કંઈજ નથી. તું એમ માને છે કે મનુ ખ્ય, દેવ, તિર્યંચ, પર્વત, પૃથ્વી વિગેરે જે જે વસ્તુઓ દેખાય છે તે સર્વ આત્મા જ છે. આત્મા સિવાયની એક પણ વસ્તુ નથી. સર્વ વસ્તુ આત્મા જ છે એમ ઉકત વેરવચનમાં જણાવેલું હોવાથી કર્મ નથી” એવી તને દેખી ભ્રાન્તિ થઈ છે. તે એવી યુકિત આપવા માગે છે કે આત્મા અમૂર્ત છે તેને મૂર્ત એવા કર્મવડે અનુગ્રહ કે ઉપઘાત કિંવા લાભ કે હાનિ શી રીતે સંભવે ! જેમ અમૂર્ત એવા આકાશને મૂર્ત એવા ચંદનનું વિલેપન થતું નથી, અને શાસ્ત્રથી મંડાતું નથી તેમ અમૂર્ત એવા આત્માને કર્મથી અનુગ્રહ કે ઉપઘાત કેમ થઈ શકે ? એ રીતે કર્મ નામને કઈ પદાર્થ જ નથી, એમ માનવાને તું તૈયાર થાય છે. પણ પાછાં કર્મની સત્તા બતાવનારાં વેદપદે જોઈને અને લોકોમાં પણ કર્મની પ્રસિદ્ધિ અનુભવીને તું પુનઃ શંકાગ્રસ્ત થઈ જાય છે. પરંતુ છે ૌતમ અગ્નિભૂતિ! તારે સંશય સાવ અનર્થક છે. કારણ કે
પુ હું એ વાક્યને ખરો અર્થ જ તું બરાબર નથી - મજી શકયે. - ૧ “á’ શબ્દ કેવળ વાયાલંકાર અર્થે છે.