________________
અમ વ્યાખ્યાન,
૩૮૭
તેઓ કેવલી થયા અને સેાળ વરસ ગૃહસ્થપણામાં, વીશ વરસ છદ્મસ્થપણામાં અને ચુંમાલીસ વરસ કેવલીપણામાં ગાળી, એક દરે એંશી વરસનું આયુ: પુરૂ કરી, શ્રી પ્રભવસ્વામીને પાતાની પાટે સ્થાપી માફ઼ે ગયા. કવિ કહે છે કે:
---
जंबू समस्तलारक्षो न भूतो न भविष्यति शिवाध्ववाहकान् साधून् चौरानपि चकार यः || प्रभवोऽपि प्रभुजीया - चौर्येण हरता धनम् लेभे Sनर्ध्या चौर्यहरं रत्न त्रितयमद्भूतम् ॥
શ્રી જમ્બુસ્વામી જેવા કાટવાળ કાઇ થયા નથી . અને થશે પણ નહીં, જેણે ચારાને પણ મેક્ષમા વાઢુક સાધુએ બનાવ્યા. પ્રભવ પ્રભુ પણ જયવતા વર્તા, જેણે ધન ચારવા જતાં અમૂલ્ય અને ચારેાથી પણ હરાય નહીં એવું અદ્ભુત રત્નત્રયરૂપી ધન મેળવી લીધું.
દશ વસ્તુઓના વિચ્છેદ
શ્રી વીરપ્રભુના નિર્વાણ પછી બાર વર્ષે ગાતમ સ્વામી, વીસ વર્ષે સુધર્મા સ્વામી અને ચાસઠ વર્ષે શ્રી જંબુસ્વામી મેાક્ષે ગયા. ત્યારપછી દશ વસ્તુઓ વિચ્છેદ્ય ગઇઃ-(૧) મન:પર્ય વજ્ઞાન (૨) પરમાધિ કે જેના ઉત્પન થયા પછી એક અંતર્મુહૂત ની મંદર કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે, (૩) પુલાક લબ્ધિ, જેનાથી ચક્રવર્તીના સૈન્યને પણ ચા કરી શકાય (૪) આહારક શરીરલબ્ધિ (૫) ક્ષપકશ્રેણી (૬) ઉપશમશ્રેણી (૭) જિનકલ્પ (૮) સંયમત્રિક-પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સપરાય અને યથાખ્યાત ચારિત્ર લક્ષણ, (૯) કેવળજ્ઞાન અને (૧૦) મેાક્ષમાગ
અહી' કવિ કહે છે કેઃ——