________________
૧૨
શ્રી કલ્પસૂત્ર
પ્રાજ્ઞ હાય છે, ઉપર કહી તેવી સરળતા, જડતા અને વકતાને લીધેજ મેાક્ષમા એકજ હાવા છતાં આચારભેદ પડે છે.
સરળ સ્વભાવ અને જડતાનું દૃષ્ટાન્ત:—પ્રથમ તીર્થંકરના વારાના કેટલાક સાધુએ એકવાર બ્હારથી બહુ મેાડા આવ્યા, એટલે ગુરૂએ તેમને પૂછ્યું કે—“ મુનિએ! આજે તમને રાજ કરતાં કેમ વધારે વખત લાગ્યા?” મુનિઓએ કંઇ પણ વાત છુપાવવાને બદલે જેવી હતી તેવીજ વાત સરળ સ્વભાવે કહી સંભળાવી કેઃ— ભગવન ! આજે માર્ગોમાં કેટલાક નટ લેાકેા જાતજાતના ખેલ કરતા હતા તે જોવા અમે ઉભા રહ્યા અને તેથી અહીં આવવામાં વધારે વિલંબ થઇ ગયા. ”
ગુરૂજીએ ઉપદેશ આપ્યુંાઃ—“ નટનાં ખેલ કે નૃત્ય જોવાના આપણા સાધુના આચાર નથી. ”
રર
શિષ્યાને પાતાની ભુલ સમજાણી. તેથી તેમણે “અહું સારૂં” કહી એ આજ્ઞા માથે ચડાવી.
G
99
,,
એ વાતને થાડા દિવસ થઇ ગયા. એક વખતે પ્રથમની જેમ પેલા મુનિ વ્હારથી બહુ મ્હાડા આવ્યા, ગુરૂએ પૂછ્યું કેઃ—“મુનિએ ! આજે કેમ બહુ વાર લાગી ? ” આ વખતે પણ મુનિઓએ પ્રથમની માફક જે અન્યુ હતુ તે ખરેખરૂ કહી દીધુ કે આજે એક નટડીના ખેલ જોવા ઉભા રહ્યા, તેથો વધારે વખત નીકળી ગયા. ” ગુરૂજીએ માગલા એવા જ એક પ્રસ ંગની યાદ આપી કહ્યું કે:—“તમને મે થાડા દિવસ ઉપરજ નટનાં નૃત્ય કે ખેલ જોવાની મનાઇ ન્હાતી કરી ? તેા પછી આ વખતે પણ તે જોવાને કેમ ઉભા રહ્યા? ” શિષ્યાએ બહુજ નિખાલસ દીલે જવાબ દીધા કે: “ તે વખતે તા આપે નટ જોવાના નિષેધ કર્યો હતા, પણ નટીના ખેલ જોવાના ક'ઈ નિષેધ ન્હાતા કર્યો !”
,,
'