________________
પ્રથમ વ્યાખ્યાન.
હવે, પેલે રાજા તથા વનમાળા મરીને હરિવર્ષ ક્ષેત્રમાં યુગલીયા રૂપે ઉપજ્યા અને વરક પણ પોતાના જ્ઞાન–વૈરાગ્યના બળે મૃત્યુ પામી વ્યંતર દેવ થયે. તે વ્યંતરે પોતાના વિલંગજ્ઞાનવડે પેલા બન્ને યુગલિયાને જોયા અને તેને વિચાર થયો કે-“ અહે, આ બંને મારા પૂર્વભવના વેરી યુગલીયાનું સુખ જોગવી રહ્યાં છે અને વળી પાછા દેવ થઈ અનુપમ સુખ ભેગવશે, મારાથી એ કેમ સહન થાય ? એ બંનેને દુર્ગતિમાં પાડું તે જ મને સંતોષ થાય.” એવો વિચાર કરી વ્યંતરે પિતાની શક્તિ વડે તે બનેનાં શરીર અને આયુષ્ય સંક્ષિપ્ત કરી દીધાં; અને આ ભરતક્ષેત્રમાં લાવી રાજ્ય સેંપી સાત વ્યસન શીખવ્યાં. તે બનેનાં નામ અનુક્રમે હરિ અને હરિણું સ્થાપી, પ્રસિદ્ધ કરી, તેમને માંસ, મદિરા આદિ વ્યસનેમાં આસક્ત કરી તે વ્યંતર પિતાના સ્થાને ચાલ્યા ગયે. હરિ અને હરિણી વ્યસનના પરિણામે મૃત્યુ પામી નકે ગયા. આ હરિવંશમાં જે માણસે થયા તે હરિવંશથી ઓળખાવા લાગ્યા. યુગલિયાનું આ ક્ષેત્રમાં આવવું, તેમના આયુષ્ય અને શરીરનું સંક્ષિપ્ત થવું તથા તેમનું નકે જવું એ બધું આશ્ચર્ય જ ગણાય.
આઠમું આછેરું–અસુરકુમારોના ઈન્દ્ર-ચમરેન્દ્રનું ઉચે જવું. પૂરણ નામને એક ઝષી તપ તપીને અસુરકુમારને ઈન્દ્ર-ચમરેંદ્ર છે. તેણે પોતાના નવા ઉત્પન્ન થયેલા અવધિ. જ્ઞાન વડે પિતાના મસ્તક ઉપર સેંધર્મેન્દ્ર જે. તેણે ઈર્ષોથી પ્રેરાઈ, ગુસ્સે થઈ, ભગવાન શ્રી મહાવીરનું શરણું લઈ ભયંકર રૂપ ધારણ કર્યું, અને લાખ જનના વિસ્તારવાળું શરીર કરી, હાથમાં પરિઘ નામનું શસ્ત્ર લઈ, ગર્જના કરતે સિંધમેન્દ્રના આત્મરક્ષક દેવોને ત્રાસ આપતે ઉંચે ઉડયે. ત્યાં જઈને ઇંદ્રના સૌધર્માવલંસક નામના વિમાનની વેદિકામાં પગ મૂકી ઇદ્રને