________________
૨૯
માનવું છે કે 3. સ્ટીવન્સને જે ઉમેરા દર્શાવ્યા છે તે ઉપરાંત બીજા પણ કેટલાક ઉમેરી તેમાં થયા છે; અને તેને લઈને આ ભાગ આટલે વિસ્તૃત થએલો છે. આ કથનના પ્રમાણ તરીકે માત્ર હું ચૌદ સ્વમોના વર્ણનને નિર્દેશ કરું છું. આ વર્ણન સમગ્ર પુસ્તક્ની આર્ષ–ભાષાશૈલીથી તદ્દન ભિન્ન પડે છે. કારણ કે, એમાં જે ઘણું લાંબા લાંબા અને ગુંચવાડા ભરેલા સમાસ દષ્ટિગોચર થાય છે, તે ખાસ મુકાબલામાં અર્વાચીન એવા ભારતવષય કાવ્યસાહિત્યમાં આવતા સમાસાના આકારના છે. કહેવાની ભાગ્યેજ જરૂર છે કે, એમાં વીરનિર્વાણુના ૯૮૦ અને ૯૯૩ વર્ષ સંબંધી જે અવતરણો આપેલા છે, તે કર્તાના નિર્દેશક નથી, પરંતુ કલ્પસૂત્રના સંપાદક દેવર્ધિગણીને ઉદ્દેશીને લખાએલા છે. જે આર્ષ–ભાષાશૈલીમાં આ જિનચરિત્રની રચના થએલી છે તેજ ભાષા-શેલી ગદ્યરચનાવાળા પ્રાચીન સૂત્રોમાં પણ જોવાય છે. તેથી આના કર્તા ભદ્રબાહુ ન હોઈ શકે એમ કહી શકાય તેમ નથી. પરંતુ, આ પ્રશ્નને પ્રત્યક્ષ પ્રમાણના અભાવે અનિર્ણયાત્મક સ્થિતિમાં જ રહેવા દેવો ઠીક લાગે છે.
જૈન વિદ્વાને કલ્પસૂત્રમાં ચર્ચાએલા વિષયોના વૈષમ્ય ( ન્યૂનાધિક્ય) થી સર્વથા વિજ્ઞાત છે, એમ તો સ્પષ્ટ દેખાઈ આવે છે. પરંતુ તેઓ આનું કારણ એ બતાવે છે કે પર્યુષણું સામાચારોની પહેલાં જે આ બે ભાગો મૂક્વામાં આવેલા છે તે “મંગલાર્થમ’ એટલે મંગલ માટેજ મૂકવામાં આવેલા છે. આ બાબત પર્યુષણકલ્પનિર્યુક્તિમાં નીચે પ્રમાણે જણાવી છે
पुरिम-चरिमाण कप्पो उ मंगलं वद्धमाण-तिथ्यमि । तो परिकहिया जिनपरि
#દ થ વેરાવટી રેન્જ [ ] II ભાવાર્થ–પહેલા અને છેલ્લા જિનેનો:કલ્પ વર્ધમાનના તીર્થમાં મંગળભૂત છે. અને એટલા માટે જિનચરિત્રો, અને સ્થવિરાવલી અહિં કહેવામાં આવી છે.
પછીના ટીકાકારેએ આ ગાથાના ઉત્તરાર્ધને બદલી તેને “અધિકારત્રયમ્ ”ની પદ્યબદ્ધ વિષયસૂચિના આકારમાં ફેરવી નાંખી છે- ;