________________
તૃતીય વ્યાખ્યાન.
૧૧૧ તેલમર્દન અને ચંપી કરનારા ઉસ્તાદ
ઉપર કહ્યા તેવા તેલથી મર્દન કરાવ્યા પછી, તેલચર્મ ઉ. પર બેસી, ઉસ્તાદ પાસે ચંપી કરાવી, જેથી તેમને કસરતને બધે થાક ઉતરી ગયે. ચંપી કરનાર અને તેલમર્દન કરનાર ઉસ્તાદે પોતાના વિષયમાં ઘણા વિચક્ષણ હતા, તેમનાં હાથ પગ ખોડખાંપણ વગરના તથા હાથ-પગનાં તળીયાં અતિશય સુકેમાળ હતાં. તેલનું મર્દન કરવામાં જ એકલા કૂશળ નહીં, પણ શરીરમાં પ્રવેશેલા તેજ તેલને શરીરમાંથી બહાર કાઢવામાં પણ તેટલાજ કૂશળ હતા; અર્થાત અંગ ઉપરની તેલની ચીકાશને સાફ કરી ના ખવામાં હાવરાવાળા હતા. વળી તેઓ અવસરના જાણકાર, પો. તાના કાર્યમાં વિલંબ નહીં કરનાર, બેલવામાં ચતુર, વિનયવાળા, મર્દન કરનારા ઉસ્તાદમાં અગ્રગણ્ય, નવી નવી કળાઓ ગ્રહણ કરવામાં અપૂર્વ શકિતવાળા અને પરિશ્રમને જીતનારા-ન્મર્દન કે ચંપી કરતાં થાકી ન જાય તેવા હતા.
ચંપીના ગુણ ચંપીથી શરીરના હાડકાંઓને સુખ ઉપજે છે, માંસને સુખ મળે છે, શરીરની ચામડીને પણ આરામ મળે છે અને મે રમમાં સુખ પ્રસરે છે. એ પ્રકારની ચંપી તથા તેલમર્દન પામેલા સિધ્ધાર્થ રાજા કસરતશાળામાંથી બહાર નીકળા સ્નાનાગાર તરફ ગયા અને સ્નાનાગારમાં પ્રવેશ કરી, સ્નાન કરવાના બાજોઠ ઉપર શાંતિથી બેઠા.
નાનમંડપ : સ્નાનમંડપની બારીઓ ઉપર ગુંથેલા મોતીઓ લટકતા હતા. તેનું તળીયું, જુદી જુદી જાતના મણિઓ અને રત્નથી