________________
‘૭૮
પંચમ વ્યાખ્યાન. બહાને અને બલીન્કે ઉત્તર તરફની નીચેની બાહાને ઉપાડ. વળી કુંડળો અને બીજા આભૂષણોથી શોભતા, બાકી રહેલા ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક ઈન્દ્રો પંચવણી પુષ્પોની વૃષ્ટિ કરતા અને દુંદુભી વગાડતા પોતપોતાની યેગ્યતા પ્રમાણે પાલખી ઉપાડવા લાગ્યા. ત્યાર પછી કેન્દ્ર અને ઈશાનેન્દ્ર, પાલખીની બાહા છેડી ભગવંતને ચામર વીંઝવા લાગ્યા. આવી રીતે પ્રભુ પાલખીમાં બેસીને ચાલ્યા, ત્યારે શરતમાં વિકસિત થયેલા કમલવડે પધસરોવર શોભે, પ્રફુલ્લિત થયેલું અલસીનું, કણેરનું, ચંપાનું અને તિલકનું વનભે, તેમ દેને લીધે સમયે આકાશ મનહર રીતે શોભી રહ્યું. ચેતરફ વાગી રહેલાં નગારાં, નોબત, ભંભા, વિણા, મૃદંગ અને દુંદુભી વિગેરે અનેક પ્રકારનાં વાજિંત્રોને નાદ આકાશતલ અને ભૂતળ ઉપર પથરાઈ રહ્યો. :
નગરની નારીઓની ઉલટ વાઈના કર્ણપ્રિય નાદ સાંભળી નગરવાસી નારીઓ પિતપિતાનાં કાર્ય છેડી ઉતાવળથી દેડતી દોડતી આવી, પ્રભુને નીરખવા માટે ઉભી રહી. કેઈએ કહ્યું છે કે –
तिनिवि थीआं वल्लहां कलि कजल सिंदूर
एपुण अतिहिं वल्लहां, दूध जमाइ तूर. ' અર્થાત–સીઓને કલેશ-કજીએ, કાજળ અને સિંદૂર એ ત્રણ ચીજ પ્રિય હોય છે, પણ દૂધ, જમાઈ તથા વાજીંત્ર તે અતિશય વહાલાં લાગે છે.
તેથી નગરની નારીઓ, વાજીબેના નાદ સાંભળતા જ હાવરી બાવરી બની, પોતાના કામ અધુરાં મૂકીને એવી તે વિચિત્ર રીતે ચાલી નીકળી કે કેઈને પણ તે જોઈને હસવું આવ્યા વિના