________________
કહe.
શ્રી કલ્પસૂત્ર
શ્રેયાંસને આઠ ભવને સંબંધ લેકેએ શ્રેયાંસકુમારને પૂછયું: “એવી રીતે જ દાન અપાય એમ તમે શી રીતે જાણ્યું?” એટલે શ્રેયાંસે પ્રભુ સાથેને પિતાને આઠ ભવનો સંબંધ નીચે પ્રમાણે કહી સંભળાવ્ય – (૧) પૂર્વ ભવમાં આ પ્રભુ જ્યારે ઈશાન દેવલોકમાં લલિતાંગ નામે દેવ હતા ત્યારે હું સ્વયંપ્રભા નામની તેમની દેવી હતી. (૨) પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયને વિષે લોહાલનામના નગરમાં પ્રભુ વજંઘ નામના રાજા હતા. તે વખતે હું તેમની શ્રીમતી નામે રાણું હતી. (૩) ઉત્તરકુરૂમાં પ્રભુ યુગલિક થયા ત્યારે હું તેમની યુગલિની હતી. (૪) ત્યાંથી અમે બને સૈધર્મ દેવલોકમાં મિત્રદેવ થયા. (૫) પ્રભુ અપરવિદેહમાં વૈદ્યના પુત્ર થયા અને હું જીર્ણશેઠને પુત્ર કેશવ નામે તેમને મિત્ર થયે. (૬) ત્યારપછી અમે બન્ને અચુત દેવલોકમાં દેવ થયા. (૭) ત્યાંથી પુંડરીકિણી નગરીમાં પ્રભુ વજીના નામે ચકવત થયા અને હું તેમને સારથી થયે. તે ભાવમાં પ્રભુએ વાસેન તીર્થંકર પાસે દીક્ષા લીધી હતી અને મેં પણ તેમની સાથે જ દીક્ષા લીધેલી. અત્યારે ભગવતને જેવાથી તે વખતને વેષ મને યાદ આવ્યું, તે ઉપરથી મેં જાણ્યું કે આ તીર્થંકર પ્રભુ ભિક્ષા માટેજ ભમી રહ્યા છે અને તેમને આવી રીતે જ શુદ્ધ આહાર આપી શકાય. (૮) ત્યાર પછી અમે બન્ને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા હતા. ત્યાંથી વીને તેઓ અહીં તીર્થકર થયા છે અને હું તેમને પ્રપન્ન થયે છું.”
એ પ્રમાણે શ્રેયાંસકુમારના મુખથી વૃતાંત સાંભળી લેકે કહેવા લાગ્યા કે –
* નાગિલ નામે એક દરિદ્રી કુટુંબી હતી, તેને નિર્નામિકા નામની પુત્રી હતી. તે નિર્નામિકા મરીને લલિતાંગ દેવની સ્વયંપ્રભા નામ દેરી થઈ.