________________
૩૮૬
શ્રી કલ્પસૂત્ર–
અંતે–એકંદરે બાણુમા વરસના અંતે તેમને કેવલજ્ઞાન ઉપર્યું. ત્યારપછી આઠ વરસ સુધી કેવલપણું પાળીને, સો વરસનું આયુષ્ય પુરૂં કરીને અને પિતાની પાટે જંબુસ્વામીને સ્થાપી મેક્ષે ગયા.
શ્રી જબૂસ્વામી આર્યસુધર્માને કાશ્યપ નેત્રવાળા આર્યજન્મ નામે સ્થવિર શિષ્ય હતા. તેમનો જન્મ રાજગૃહ નામના નગરમાં થયે હતે. તેમના પિતાનું નામ ઋષભ અને માતાનું નામ ધારિણું હતું. પાંચમા દેવલોકથી ચવેલા શ્રી જંબુ, શ્રી સુધર્માસ્વામી પાસે ધર્મ સાંભળવા જતા. પરિણામે તેઓ શીલ (બ્રહ્મચર્ય) અને સમ્યકત્વ પામ્યા. છતાં માતા પિતાના દ્રઢ આગ્રહને વશ થઈ તેઓ આઠ કન્યાઓ પરણ્યા. પરણવા છતાં તેમની સ્નેહભરી વાણુથી તેઓ મુગ્ધ ન થયા. કારણ કે –
सम्यक्त्वशीलतुंबाभ्यां भवाब्धिस्तीर्यते सुखम्
ते दधानो मुनिर्जम्बूः स्त्रीनदीषु कथं ब्रुडेत् ? સમ્યકતવ અને શીલરૂપ જે બે તુંબડાઓથી ભવસમુદ્ર તરી શકાય તે તુંબડાઓને ધારણ કરનાર જ બુમુનિ સ્ત્રીરૂપી નદીમાં શી રીતે બુડે?
લગ્નની જ રાત્રીએ તેઓ પોતાની સ્ત્રીઓને પ્રતિબંધ આપી રહ્યા હતા. તે વખતે ચારસો નવાણું ચેરના પરિવારવાળો સરદાર પ્રભવ પણ ત્યાં આવ્યા હતા. જમ્મુકુમારને ઉપદેશ સાંભળી તે સર્વ પ્રતિબોધ પામ્યા અને સવાર પડતાં જ પાંચસો ચેર, આઠ નવવિવાહિત સ્ત્રીઓ, તે સ્ત્રીઓનાં માબાપ, અને પિતાના માબાપ એ રીતે એકંદરે પાંચસે છવીસની સાથે શ્રી આર્યજમ્બએ નવાણું ક્રોડ સેનૈયા તજી દીક્ષા લીધી. અનુક્રમે