________________
ર૯૪
શ્રી કલ્પસૂત્રકાર્તિક માસનું (ગુજરાતી આસો માસનું) કૃષ્ણ પખવાડીયુ, તે કાર્તિક માસના કૃષ્ણ પખવાડીયાના પંદરમે દિવસે ( ગુજરાતી આ માસની અમાસે), પાછલી રાત્રીએ-તે રાત્રિને વિષે કાળધર્મ પામ્યા, કાળસ્થિતિ અને ભવસ્થિતિની જાળથી છુટા થયા, સંસારનો પાર પામી ગયા, સંસારમાં ફરીથી ન આવવું પડે તેવી રીતે લેકાગ્રલક્ષણ ઉંચે સ્થાને પ્રાપ્ત થયા; તેમનાં જન્મ, જરા અને મરણના બંધને–બંધનના હેતુભૂત કી છેદાઈ ગયાં; તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા, ભપગ્રાપ્તિ કર્મોથી મુકત થયા, સકળ દુ:ખોથી અંત પામ્યા, સમગ્ર સંતાપથી પર થયા, શરીર અને મન સંબંધી સર્વ દુઃખોથી અળગા થયા. .
શ્રી મહાવીર પ્રભુ જે સંવત્સરમાં–વરસમાં નિર્વાણ પામ્યા ત ચન્દ્ર નામને બીજે સંવત્સર હતું. તે કાર્તિક માસ પ્રીતિવર્ધન નામને હતે, નંદિવર્ધન નામનું પખવાડીયું હતું, અગ્નિવેશ્ય નામને દિવસ હતો. (અગ્નિવેશ્યનું બીજું નામ ઉપશમ પણ કહેવાય છે, તે અમાવાસ્યાની રાત્રિ દેવાનંદા નામની હતી, તે રાત્રિનું બીજું નામનિરતિ એ પ્રમાણે પણ કહેવાય છે.) તે વખતે અર્ચ નામનો લવ હતો, મુહૂર્ત નામને પ્રાણુ હતા,સિદ્ધ નામને સ્તક હતું, નાગ નામનું કારણ હતું, (શકુનિ વિગેરે ચાર સ્થિર કરણેમાં આ કરણ ત્રીજું છે અને અમાવાસ્યાના ઉત્તરાર્ધમાં આ નાગકરણ જ હોય છે.) સવોર્થસિદ્ધ નામનું મુહૂર્ત હતું, એ વખતે સ્વાતિ નક્ષત્ર સાથે ચન્દ્રમાને યોગ પ્રાપ્ત થયે, શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા તેમના શરીર અને મન સંબંધી સર્વ દુ:ખે ક્ષીણ થયાં.
સંવત્સર, માસ, દિવસ, રાત્રિ, મુહૂર્તનાં નામ સૂર્યપ્રજ્ઞપ્તિ પ્રમાણે સંવત્સર, માસ, દિવસ, રાત્રિ અને