________________
થઈમ વ્યાખ્યાન.
૨૨૭ પ્રમાણે સિદ્ધાંત કર્યો કે “જે પ્રાણીઓ જે શરીરમાં મરે છે, તેજ પ્રાણુઓ પાછા તેજ શરીરમાં ત્યાંને ત્યાંજ ઉત્પન્ન થાય છે.”બીજે નિશ્ચય એ બાંધ્યું કે –“જે થવાનું હોય તેજ થાય છે. એ રીતે તેણે પોતાનાં જુના નિયતિવાદને વધારે મજબુત કર્યો.
ગશાળાને “સર્વજ્ઞ હેવાને દાવે તે જેતેશ્યા સાધવા માટે શાળા પ્રભુથી છુટે પડો. તેણે શ્રાવસ્તી નગરીમાં એક કુંભારની શાલામાં રહી, પ્રભુએ કહેલા વિધિ અનુસાર છ મહિના તપ કરી, તેલેશ્યા સિદ્ધ કરી. એટલામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના છ સાધુઓ કે જેઓ સંયમ ન પાળી શકવાથી ગૃહસ્થ થયા હતા અને અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં નિષ્ણાત હતા તેઓ શાળાને મળ્યા. તેમની પાસેથી તે અષ્ટાંગ નિમિત્ત ભયે. એક તે તેલેશ્યાની સિદ્ધિ પ્રાપ્ત થઈ, અને તે ઉપરાંત અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મળ્યું, એટલે શાળાને ગર્વ છલકાઈ નીકળે. તે પિતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવતે પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. - હવે પ્રભુ સિદ્ધાર્થપુરથી વિહાર કરી વૈશાલી નગરી પ. ધાર્યા. ત્યાં સિદ્ધાર્થ રાજાના મિત્ર શંખ નામના ગણરાજે પ્રભુને ભકિતપૂર્વક વંદન કર્યું. ત્યાંથી વિહાર કરી તેઓ વાણિજ નામના ગામે આવ્યા અને ગામ બહાર કેઈ એક પ્રદેશમાં પ્રતિમા ધરીને રહ્યા. તે ગામમાં આનંદ નામને શ્રાવક રહેતા હતા, તે હંમેશાં છઠ્ઠ તપ કરતો અને સૂર્યની આતાપના લેતે. શ્રાવકની ઉત્કૃષ્ટ ક્રિયા કરવાથી તપસ્વી આનંદને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું. છતાં તે પ્રભુ પાસે આવી, વંદન કરી બેલ્યો કે –“હે પ્રભુ! આપને ધન્ય છે. આવા ઘોર ઉપસર્ગો પડવા છતાં આપને સમભાવ ડગલે નથી ! નાથ, હવે આપને થોડા જ વખતમાં કેવલજ્ઞાન ઉપન્ન થશે.” એ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી, આનંદ