________________
૨૫૮
શ્રી કલ્પસૂત્ર
તીથી મળેલો છે પ્રસાદ જેને એવા) વગેરે. ચાલતાં ચાલતાં આખા માર્ગનું વાતાવરણ ઉપરોક્ત બિરૂદાવલીથી ભારે થઈ ગયું.
ઇન્દ્રભૂતિના અહંકારના તરંગે માર્ગમાં જતાં જતાં ઈન્દ્રભૂતિના મનમાં હુંકારના તરંગ ઉછળવા લાગ્યા. તે વિચારવા લાગ્યો કે:-“અરે આ ધીઠા માણસને આવું પાખંડ કયાંથી સૂઝયું ? એણે મને નાહકને શા સારૂ છે છેડ્યો? જેમ દેડકે સર્પને લાત મારવા તૈયાર થાય, ઉંદર બીલાડાની દાઢ પાડવા તૈયાર થાય, બળદ ઐરાવણને પ્રહાર કરવા આતુર થાય, હાથી પર્વતને પાડી નાખવાને ફેળ કરે અને સસલો કેસરીની કેશવાળી ખેંચવાનું સાહસ કરે તેમ મારા દેખતાં આ માણસને પોતાનું સર્વજ્ઞપણું પ્રસિદ્ધ કરવાનું કયાંથી સૂઝયું? એને ખબર નથી કે આ વાયુ સામે ઉમે રહી પોતે આગ સળગાવી રહ્યો છે, અને એને એમ પણ ખબર નથી કે શરીરના સુખ માટે કવચની વેલને આલિંગન કરવાથી તે ઉલટી વેદના થાય! ખેર, તેને ખોટે ઘમંડ તે કયાં સુધી ટકવાનું હતું ? હું જોતજોતામાં તેને નિરૂત્તર બનાવી મૂકીશ. આગી આ કીડાના અને ચન્દ્રના પ્રકાશ કયાં સુધી ટકે? સૂર્યને ઉદય થતાંજ એ બધા નાસી જવાના. જ્યાં સુધી કેસરીની ગર્જના કાને ન પડે ત્યાં સુધી મન્મત્ત હાથી ભલે ગર્જના કરી લે. એક રીતે તે મારી સામે વાદી આવી ઉભું રહ્યો એ ઠીકજ થયું. બધા વાદીઓ મારાથી બહીને ગભરાઈને દૂર દૂર નાસતા હોવાથી, ઘણા વખતથી કઈ વાદી જ મળતું ન હતું, અને મને પણ વાદીની તાલાવેલી લાગી હતી. તે ઈચ્છા આજે પૂરી થતાં મને ખરેખર આનંદજ થવું જોઈએ. ભૂખ્યાને ભેજનથી જે તૃપ્તિ અને આનંદ થાય તેવી જ તૃપ્તિ અને આનંદ મને આજે પ્રાપ્ત થયાં છે હાશ, આજે વાદ કરીને મારી જીભની ચળ ઉતારીશ. વ્યાકરણમાં તે હું