________________
૨૩૮
શ્રી કલ્પસત્રવેચવાને વિચાર કર્યો. ધનાવહ શેઠ તે પ્રસંગે ત્યાંથી જતા હતા. તેમણે પેલી રાજપુત્રી વસુમતીને ખરીદી લીધી અને પિતાને ઘેર લઈ જઈ પુત્રી તરીકે રાખી. તે બાળાના વિનયાદિ ગુણેથી, અને ચંદન જેવાં શીતલ વેણથી રંજિત થયેલા શેઠે, પરિવાર સાથે મળીને તેણીનું “ચંદના” નામ પાડ્યું. એક વખતે શેઠ મધ્યાન્હ સમયે દુકાનેથી ઘેર આવ્યા. દેવગે કઈ નકર હાજર ન હોવાથી વિનિત ચંદના એકદમ ઉભી થઈ, પિતૃભક્તિથી શેઠના પગ ધેવા લાગી. શેઠે તેને ઘણીય વારી, પણ તે શેઠને પોતાના પિતાતુલ્ય સમજતી હોવાથી તેમાં તેને કંઈ સંકેચ જેવું ન લાગ્યું. પગ દેતાં ચંદનાને કેશપાશ, સહસા વિખરાઈ ગયે અને વાળ જળથી ભીંજાયેલી ભૂમિમાં પડી ગંદા થવા લાગ્યા. મારી પુત્રીના કેશ કીચડથી મેલા ન થવા જોઈયે” એમ ધારી, શેઠે સહજ સ્વભાવે કેશને લાકડી વડે ઉંચા કર્યા અને પછી આદરથી બાંધી લીધા.
ગેખમાં બેઠેલી શેઠાણ-મૂળાએ આ દૃશ્ય જોયું. તેના કોઠામાં ઉડું તેલ રેડાયું. તેણી વિચાર કરવા લાગી કે–“આ યુવતિ બાળાને કેશપાશ શેઠે પોતે બાંધે! જે તેમને બન્નેને સંબંધ પિતા-પુત્રી જે હોય તે એમ કેઈ દિવસ ન બને ! ખરેખર ! શેઠની બુદ્ધિ જ બગડી લાગે છે. નક્કી, આ બાળાને પોતાની સ્ત્રી બનાવશે, અને જે આ છોકરી ઘરની ધરણી થઈ બેઠી તે મારા બુરા હાલ થવાના એ નિ:સંશય ! માટે આ બાળાનાં મૂળીયાં જ ઉખેડી ફેંકી દેવાં જોઈએ.”
શેઠ હાર ગયા એટલે મૂળાએ એક હજામને બોલાવી ચંદ. નાનું માથું મુંડાવી નાંખ્યું. પછી તેને બેડી પહેરાવી, ખુબ માર મારી, દૂરના એક અંધારા ઓરડામાં પૂરી, બારણે તાળું ઠેકી, પિતાના બાપને ઘેર ચાલી ગઈ. સાંજે શેઠ ઘેર આવ્યા