________________
શ્રી કપત્ર
તિવાળે દેવ થયા. ત્યાંથી ચાવીને પચ્ચીશમે ભવે આ ભારતક્ષેત્રમાં છત્રિકા નામની નગરીમાં જિતશત્રુ નામે રાજાની રાણીભદ્રાની કુખે પચીસ લાખ વર્ષના આયુષ્યવાળે નંદન નામે પુત્ર થયા. તેણે ઘણા વરસ રાજસુખ ભેગવી, ચાવીસ લાખ વર્ષ વીતતાં રાજયને ત્યાગ કરી પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. દીક્ષિત થયા પછી નન્દન મુનિએ અંદગી પર્યત માસખમણ કરી, વીશ સ્થાનકનું આરાધન કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. તેમણે એક લાખ વર્ષ સુધી ચારિત્ર્ય પામ્યું. અંતે એક માસની સંખનાપૂર્વક કાળ કરીને છ વીશમે ભવે પ્રાણુત નામના દેવલોકમાં પુત્તરાવતંસક વિમાનમાં વીશ સાગરોપમની સ્થિતિવાળે દેવ થયે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં ઋવીને, મરીચિના ભવમાં બાંધેલા અને ભેગવવાના બાકી રહેલા નીચ શેત્રકર્મના ઉદયથી સત્તાવીશમે ભલે વીર પ્રભુને જીવ બ્રાહ્મણકુંડ શ્રામ નગરમાં રાષભદત્ત બ્રાહ્મણની ભાર્યા દેવાનંદાની કુખે ગર્ભ પણે ઉત્પન્ન થયે.
ઇંદ્રને સંકલ્પ અને કર્તવ્ય
ધર્મેન્દ્ર વિચાર્યું કે નીચ ગોત્રકર્મ ક્ષીણ ન થયું હોય તે અનંતી ઉર્પિણ અને અવસર્પિણી વીત્યા પછી, એક આશ્ચર્ય—અખેરારૂપે, તીર્થકરે, ચક્રવર્તીએ, બળદેવે અને વાસુદેવ શુકુળમાં, અધમ કુળોમાં, તુચ્છ કુળોમાં, દરિદ્ર કુળમાં, ભિક્ષુક કુળમાં, કૃપણ કુળમાં તથા બ્રાહ્મણકુળમાં આવે એ સંભવિત છે. અર્થાત્ નીચ ગોત્રમાં કુક્ષિને વિષે ગર્ભપણે ઉત્પન્ન થાય, પણ નીચ કુળમાં જન્મ તે ન જ થાય અને ન જે થ જોઈએ. હવે આ શ્રમણ ભગવાન મહાવીર જંબદ્વીપમાં, ભરતક્ષેત્રમાં,બ્રાહમણકુંડગ્રામ નગરમાં, કોડાલ ગોત્રના