________________
સપ્તમ વ્યાખ્યાન.
‘૩૧૭ અક્ષરોના સંગોને જાણવાવાળા–સર્વજ્ઞની પેઠે સાચી પ્રરૂપણ કરનારા સાડા ત્રણસો વૈદપૂવીઓની, ચૈદસો અવધિજ્ઞાનીઓની, એક હજાર કેવળજ્ઞાનીઓની, અગીયારસે વેકિયલબ્ધિવાળા મુનિઓની, અને છસો મન:પર્યવજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ. તેમજ એક હજાર સાધુઓ અને બે હજાર સાધ્વીએ મક્ષે ગયાં. વળી સાડા સાતસો વિપુલમતિ-મન:પર્યવ જ્ઞાનીઓની, છ વાદીઓની અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા બાર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનમાં મેક્ષગામીઓને મેક્ષે જવાના કાલની મર્યાદા બે પ્રકારે થઈ:-(૧) યુગાંતકૂદભૂમિ અને (૨) પર્યાયાંતકૃભૂમિ. યુગ એટલે ગુરૂ, શિષ્ય, પ્રશિષ્યાદિ કમસર વર્તતા પટ્ટધર પુરૂષો વડે મર્યાદિત જે મોક્ષગામીઓને મેક્ષે જવાનો કાળ તે યુગાંતકૃભૂમિ કહેવાય અને પર્યાય એટલે પ્રભુને કેવલિપણાને કાળ, તેને આશ્રીને જે મોક્ષગામીઓને મોક્ષે જવાને કાળ તે પર્યાયાંતકૃભૂમિ કહેવાય. શ્રી પાર્શ્વનાથ પ્રભુથી આરંભીને ચાર પાટ-ચોથા પટ્ટધર પુરૂષ સુધી મોક્ષમાર્ગ ચાલુ રહે તે યુગાતકૃભૂમિ અને પ્રભુને કેવળજ્ઞાન થયા પછી ત્રણ વર્ષે કઈક મુનિ મોક્ષે ગયા તેથી ત્રણ વર્ષથી જ મેક્ષ માર્ગ ચાલુ થયે તે પર્યાયાંતકૃભૂમિ ગણાય.
મેક્ષગમન સંબંધી સ્થળ-કાળ વિગેરે શ્રી પાર્શ્વનાથ પ્રભુ ત્રીશ વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. યાશી દિવસ છવસ્થ પર્યાય પાળે અને ગ્યાસી દિવસ ઉણા સીત્તેર વર્ષ કેવલપર્યાય પાળે. એવી રીતે એકંદરે પરિપૂર્ણ સીત્તેર વર્ષ ચારિત્રપર્યાય પાળીને તથા સર્વ મળી કુલ એકસ વર્ષનું સર્વ આયુષ્ય પૂર્ણ કરીને, વેદનીય, આયુ, નામ અને ગાત્ર એ ચાર ભપગ્રાહી કર્મો ક્ષીણ થતાં, આ અવસર્પિણીમાં, દુષમ