________________
વર્તમાન જૈન સાહિત્યના
અપૂર્વ ગ્રંથો. શ્રી મહાવીરજીવન વિસ્તાર સચિત્ર.
(મનુષ્ય માત્રના આત્માને ઉદ્ધાર કરનાર મહાન આદર્શ ગ્રંથ)
આ ભારતભૂમિમાં આજથી ૨૫૦૦ વર્ષ ઉપર થઈ ગયેલા જૈન ધર્મના મહાનમાં મહાન પ્રવર્તક શ્રી મહાવીરદેવ. આ જૈનમહાવીર દેવનું કહે કે જગત્ના પેગમ્બરોમાંના એક મહાનમાં મહાન પૈગબર” નું જીવન ચરિત્ર જાણવા માટે દુનીઆમાં મનુષ્યો આતુર હોય તેમાં નવાઈ નથી. પણ દિલગીરી સાથે જણાવવું પડે છે કે તેમના ભક્તોએ કે એતિહાસીક શોધખોળ કરનારાઓએ તેમનું જીવનવૃતાંત મેળવવા માટે પ્રયત્ન કર્યો નથી અને તેના અભાવે આજે આ મહાન પુરૂષના આદર્શને લાભ જગતનાં મનુષ્ય લઈ શક્યા નથી. પણ વર્તમાનમાં આ મહાન પુરૂષનું જીવનચરિત્ર જાણીતા લેખક રા. રા. સુશીલ તૈયાર કરી તેનું નામ શ્રી મહાવીર જીવન વિસ્તાર આપી, જાણીતા બુકસેલર મેસર્સ મેઘજી હીરજીની મારફતે પ્રગટ કરાવેલ છે. આ ગ્રંથ માટે મહાત્મા ગાંધીજી અને જાહેર પત્રએ સારા અભિપ્રાયે આપેલ છે.
મૂલ્ય રૂા. ૨-૦-૦ મેઘજી હીરજી બુકસેલર
પ૬૬ પાયધૂનીમુંબઈ.