________________
૨૨૦
શ્રો કલ્પસૂત્ર
ચીડવ્યા. રાત્રિએ દિષેણસૂરિ ઉપાશ્રયની બહાર કાઉસગ્ગ ધરીને સ્થિર રહ્યા, તે વેળા ચોકી કરવા નીકળેલા, ગામના કોટવાળના પુત્રે ચોરની ભ્રાંતિથી, તે આચાર્યને ભાલે માર્યો. આચાર્યને મરણાંત કણ થયું, છતાં પોતાની શાંતિ અને ધીરતાથી જરા પણ ન ચળ્યા. પ્રાણઘાતક ભાલાની વેદના શાંતચિત્તે સહન કરતાં, તેમને તે જ વખતે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું અને કાળધર્મ પામી દેવલોકે ગયા.
પુનઃ જાસુસ તરીકે પકડાયા ! ત્યાંથી વિહાર કરી પ્રભુ કૂપિક નામના સન્નિવેશમાં આવ્યા. મૌન ધરીને રહેલા પ્રભુને ત્યાંના અધિકારીઓએ ગુપ્ત જાસુસ જાણું, શાલા સાથે પકડ્યા. તે ગામમાં વિજયા અને પ્રગભા નામની બે સંન્યાસિની રહેતી હતી. તે બન્ને પ્રથમ તે શ્રી પાર્શ્વનાથ પ્રભુની સંતાનીય સાધ્વીઓ હતી. પણ સંયમ ન પળવાથી સંન્યાસિની થઈ ગઈ હતી. તે સંન્યાસિનીઓએ પ્રભુને ઓળખ્યા અને અધિકારીઓને કહ્યું કે –“અરે મૂર્ખાઓ! આ તો સિદ્ધાર્થ રાજાના જગત્ ઉદ્ધારક પુત્ર શ્રી મહાવીર પ્રભુ પિતે છે. આવા પૂજનીય મહાત્માને પકડવાથી કેવા અનર્થ ભેગવવા પડશે તેનું તમને ભાન છે? તેમને જલદી છેડી મૂકવામાં જ તમારૂં કલ્યાણ છે.”ભયભીત બનેલ અધિકારીઓએ તેમને શાળા સાથે છેડી મૂક્યા.
ગશાળે જુદો પડ્યો! ત્યાંથી વિહાર કરી પ્રભુ વૈશાલી નગરી તરફ ચાલ્યા. ચાલતાં ચાલતાં બે રસ્તા આવ્યા. ગોશાળે બે કે –“હે સ્વામી! મને લેકે માર મારે છે છતાં આપ માન રાખે છે અને કોઈને વારતા પણ નથી. તેથી તમારી સાથે હું શા સારું