________________
૨૦૪
શ્રી કલ્પસૂત્રહાથમાં કુહાડે લઈ મારવા ધસી જતું હતું, તેટલામાં સ હસા કુવામાં પડી ગયા અને ક્રોધના તિવ્ર અધ્યવસાયથી મરી ને તેજ આશ્રમમાં પિતાના પૂર્વભવના નામવાળે દષ્ટિવિ સર્ષ થયે.
મહાવીર પ્રભુ તે આશ્રમમાં આવીને કાઉસગધ્યાને સ્થિ રહ્યા. પ્રભુને જોઈ ક્રોધથી ધમધમી રહેલે તે ક્રોધી સર્પ, સૂર્ય સામે દ્રષ્ટિ કરી, પ્રભુની તરફ દષ્ટિવાળા ફેકે અને રખેને પ્રભુ પિતાની પર પડે એવા ભયથી પાછા હઠી જાય. એટલું છતાં પ્રભુ તે નિશ્ચલ જ રહ્યા. આથી તેણે વિશેષ વિશેષ દષ્ટિ જવાલા ફેંકવા માંડી. તથાપિ એ જવાળાઓ પ્રભુને તે જલધારા જેવી જ લાગી! ત્રણવાર દષ્ટિવાલા છોડવા છતાં પ્રભુનું એકાગ્રધ્યાન તુટવા ન પામ્યું, તેથી તે અસાધારણ રોષે ભરાયે. તેણે પ્રભુને એક સપ્ત ડંખ માર્યો. તેને ખાત્રી હતી કે મારા તિવ્ર વિષને પ્રતાપ એટલે ભયંકર છે કે હમણા જ તે પૃથ્વી ઉપર મૂચ્છિત થઈને પડે જોઈએ.” પરંતુ આશ્ચર્ય જેવું છે કે પ્રભુના પગ ઉપર વારંવાર ડેસવા છતાં પ્રભુને તેનું લેશ માત્ર પણ ઝેર ન ચડયું, ઉલટું હંસવાળા ભાગમાંથી ગાયના દૂધ જેવી રૂધિરની ધારા વહેવા લાગી.
સર્ષે વિચાર્યું કે “મારી દ્રષ્ટિ પડતાં જ જીવ-જંતુ અને મનુષ્ય પણ બળીને ભસ્મ થઈ જવાં જોઈએ ! છતાં આ શું? આ પુરૂષને જ્યાં જ્યાં હું ડંખ મારું છું ત્યાં ત્યાંથી સફેદ રૂધિર કેમ વહેતું હશે ? વળી મારા એકજ ડંખથી ગમે તેવા બળવાન મનુષ્યના પણ રામ રમી જવા જોઈએ, તેને બદલે આટઆટલા ડંખ મારવા છતાં આ પુરૂષ આમ અચળપણે શી રીતે ઉભે રહી શકયે હશે? રે! તેના કેઈ અંગમાં વ્યાકુળતાનું ચિન્હ . પણ કાં નથી દેખાતું?”
વિસ્મય પામેલે ચંડકેશિક સપ ડીવાર પ્રભુ સામેની