________________
૩૫૦
શ્રી કલ્પસૂત્ર ચિગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી મરૂદેવી માતાએ આરોગ્ય પુત્રને જન્મ આપે. શ્રી હષભદેવને જન્મ થતાં, છપ્પન દિકકુમારીએનું આવવું, ચોસઠ ઈન્દ્રોએ મળી પ્રભુને જન્માભિષેક કરે, વિગેરે સર્વ શ્રી મહાવીર પ્રભુની પેઠે સમજવું. માત્ર કેદખાનાની શુદ્ધિ કરવી–અર્થાત્ સર્વ કેદીઓને છેડી મૂકવા, માપને વધારે કર –જકાત માફ કરવી, કુળમર્યાદા પાળવી, હળખેડ-ગાડી વિગેરે આરંભનાં કાર્યો બંધ રખાવવાં ઈત્યાદિ અધિકાર છોડી દે. (કારણ કે તે વખતે કેદખાનું અને વ્યાપાર પ્રવૃત્તિ વિગેરે હેવાને સંભવ નથી.)
જન્મથીજ શ્રી કષભદેવ પ્રભુ અભૂત સૌંદર્ય વાળા હતા. અનેક દેવ-દેવીઓથી પરિવરેલા તથા યુગલિક મનુષ્યથી પરમ ઉત્કૃષ્ટ એવા પ્રભુ અનુક્રમે વધવા લાગ્યા. બાલ્યાવસ્થામાં તેમને જ્યારે આહારની અભિલાષા થતી ત્યારે દેવે સંક્રમાવેલા અમૃતના રસવાળા અંગુઠાને મુખમાં નાખતા. એ રીતે બીજા તીર્થકરે પણ બાલ્યાવસ્થામાં આહારની અભિલાષા થતાં દેવે સંકમાવેલા અમૃતના રસવાળા અંગુઠાને પિતાના મુખમાં નાખે. શ્રી ત્રાષભદેવે દીક્ષા લીધી ત્યાંસુધી દેએ આણેલાં ઉત્તર કરક્ષેત્રના ક૯૫વૃક્ષનાં ફળનું જ તેમણે ભજન કર્યું, જ્યારે બીજા તીર્થકરે બાલ્યાવસ્થા વ્યતીત થતાં અગ્નિથી પકાવેલા આહારનું ભેજન કરતા.
ઈશ્વાકુ વંશની સ્થાપના પ્રભુની ઉમ્મર એક વરસથી કંઈક ઓછી હતી ત્યારે શક્રને વિચાર થયે કે પ્રથમ તીર્થકરના વંશની સ્થાપના કરવી એ મારે આચાર છે.” પણ ભગવંતની પાસે ખાલી હાથે કેમ જવાય? એટલે શકેન્દ્ર એક હેટે શેરડીને સાઠે (ઈ યષ્ટિ)