________________
૫૪
શ્રી કલ્પસૂત્રશને છોડી દેનાર ઘુવડની પેઠે, ભ્રાંતિ પામેલા આ દેવતાઓ આ પવિત્ર યજ્ઞમંડપને છેડી એ પાખંડી પાસે કેમ ચાલ્યા જાય?
અથવા તે જે એ સર્વજ્ઞ, તેવાજ તેના આ દેવ પણ હશે! સરખે સરખાને આ ઠીક મેળાપ થયે આંબાના સુગંધી મહેર ઉપર સુગંધના પીછાણનારા વિચક્ષણ ભમરાઓ જ ગુંજારવ કરતા એકઠા થાય, બાકી કાગડા તે કડવો લીંબડાજ પસંદ કરે તેમ આ ઉત્તમત્તમ અને પવિત્ર યજ્ઞમંડપમાં તે સમર્થ, વિ. ચક્ષણ અને સમજુ દે હોય તેજ એકઠા થાય, બાકી આવા હલકા અને અણસમજુ દે, કોઈ આડંબરી કે પાખંડી પાસે જાય એમાં કંઈ જ આશ્ચર્ય નથી. જે યક્ષ હોય તે જ તેને બળિ મળે એ સ્વાભાવિક છે.”
એ રીતે મનને મનાવવા છતાં ઈન્દ્રભૂતિને, પ્રભુના સર્વજ્ઞપણને ઝળહળી રહેલો પ્રભાવ અસહ્ય લાગ્યું. પુનઃ તે વિચાર કરવા લાગ્યો કે –“પણ શું એક જ આકાશમાં બે સૂર્ય હાઈ શકે ? એકજ ગુફામાં શું બે સિંહ પાસે પાસે રહી શકે? એક
મ્યાનમાં બે તલવાર કેઈ દિવસ રહી જાણું છે? તે પછી એક તે હું અને બીજો તે, એમ બે સર્વજ્ઞ શી રીતે હોઈ શકે? ખરે. ખર, આ કઈ પરદેશથી આવી ચડેલે, સર્વજ્ઞપણને ખોટડળ રાખનાર, લેકને અને દેવેને પણ છેતરનાર કેઈ ધ ઇંદ્ર જાળીયો જણાય છે!”
પ્રભુને વંદન કરી પાછા ફરતા લોકોને, ઈન્દ્રભૂતિ હસતાં હસતાં પૂછે છે કે-“તમે તે સર્વને જે કહો તે ખરા કે એ સર્વજ્ઞ કેવો છે? તેનાં રૂપ ગુણ વિષે તે કંઈક કહો.”
લેકે તે એકી અવાજે કહેવા લાગ્યા કે–“ભાઈ, જે ત્રણે જગતના છ એકઠાં થાય, અને તેમના આયુષ્યની સમાપ્તિ થાય ત્યાં સુધી ગાયા કરે તે પણ સર્વજ્ઞ પ્રભુના ગુણે ન ગાઈ