________________
૨૬૮
શ્રી કલ્પસૂત્રહોય છે. એટલે શરીરને અને જ્ઞાનને કંઈ લેવાદેવા નથી એમ કહી શકાય, અને જે શરીરમાંથી જ ચૈતન્ય ઉદ્ભવતું હોય તો પછી મૃત શરીરમાંથી કેમ નથી ઉદ્ભવતું? ત્યાં શરીર તે છે જ. વળી જેને વિકાર થતાં જેના વિકાર થાય તે કાર્ય કહેવાય, એટલે તેમાંથી તે ઉત્પન્ન થયું ગણાય. જેમકે સફેદ તાંતણાથો બનેલા વસ્ત્રને લાલ રંગથી રંગીએ તે તાંતણા પણ લાલ રંગના થઈ જાય. કારણ કે તાંતણાથી જ વસ્ત્ર બન્યું હોય છે. શરીર અને ચેતન્યના સંબંધમાં તેમ બનતું જોવામાં આવતું નથી. ગાંડા થઈ ગયેલા માણસનું ચિતન્ય વિકારવાળું હોય છે, છતાં તેનું શરીર તે જેવું ને તેવું જ હોય છે. શરીરમાં કંઈ વિકાર દેખાતું નથી. તે પછી શરીરમાંથી ચૈતન્ય ઉદ્દભવે છે એમ શી રીતે કહેવાય? માટી ઘણું હોય તે ઘડે પણ મોટો થાય. તેથી માટીમાંથી ઘડો થયે એમ મનાય છે. પરન્તુ શરીર અને ચૈતન્યના વિષયમાં તેમ અનુભવાતું નથી. હજારે જનવાળા જેના શરીર હોય છે એવા મોટાં માછલાંઓને જ્ઞાન ઘણું થોડું હોય છે, જ્યારે તેથી ન્હાના શરીરવાળા મનુષ્યમાં જ્ઞાન વધારે હોય છે. એટલે દરેક દષ્ટિથી વિચારતાં “ભૂતના સમુદાય રૂ૫ શરીરમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે” એમ કહેવું તે મિથ્યા પ્રલાપ સમાન છે. શરીરથી જ્ઞાન ઉત્પન્ન નથી થતું પણ શરીરથી જૂદા એવા કેઈ એક પદાર્થથી જ્ઞાન ઉદ્ભવે છે અને તે પદાર્થ આત્મા છે. - હે ઇન્દ્રભૂતિ! “વિજ્ઞાનધર” જેવાં દવાથી , પ્રત્યક્ષ પ્રમાણથી, અનુમાન પ્રમાણથી અને સામાન્ય વિવેકબુદ્ધિથી પણ આત્મા છે એ નિર્ણય ઉપર આવ્યા સિવાય કેઈને પણ ચાલે તેમ નથી.
જેવી રીતે દૂધમાં ઘી, તલમાં તેલ, લાકડામાં અગ્નિ, પુષમાં સુગંધી અને ચન્દ્રકાન્ત મણિમાં જળ રહેલું છે, તેવી જ રીતે શરીરથી જૂદે પણ શરીરમાંજ રહેલે એ અત્મા છે.