________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૧૧ તપ કર્યું છે તેથી જ આ સઘળી હદ્ધિ તેઓ આ ભાવમાં મેળવી શક્યા છે. હું પણ તાપસ થઈ તપ કરૂં તો મને પણ કાળાંતરે એવી ત્રાદ્ધિ જરૂર મળે. આ વિચાર કરી તે. પંચાગ્નિતપ વિગેરે કષ્ટ ક્રિયાઓ કરવા લાગે. હે સ્વામી તેજ કમઠ તાપસ ફરતા ફરતે આજે નગરીની બહાર આવી ચડે છે. જે લેકનાં ટેળાં જતાં જુએ છે તે બધાં તેની જ પૂજા કરવા માટે જઈ રહ્યા છે. ” પ્રભુ પણ તેને જેવા પરિવાર સહિત નીકળ્યા. તીવ્ર પંચાગ્નિના તાપથી તપતા કમઠને પ્રભુએ છે, એટલું જ નહી પણ પાસેના અગ્નિકુંડમાં નાખેલા એક કાકની અંદર એક મહેટા સર્પને પણ બળતા તેમણે પિતાના જ્ઞાનબળથી નીહાળે. કરૂણ સમુદ્ર પ્રભુ બોલ્યા- “હે મૂઢ તપસ્વી! દયા વિના ફેકટનું આ કષ્ટ શા સારૂ વેઠે છે.? જે ધર્મમાં દયા નથી તે તારૂં શું હિત કરવાનું હતું ? બધા ધર્મો, ખરું જોતાં, દયારૂપી હેાટી નદીના કોઠે ઉગેલા તૃણના અંકુરા જેવા જ જાણવા, દયારૂપી નદી સૂકાઈ જાય તો પેલા અંકુરા કેટલી વાર ટકી શકે? માટે હે તપસ્વી ! આ કલેશકારક-દયારહિત કષ્ટક્રિયા કરવી મૂકી દે !”
પ્રભુનાં વચન સાંભળી કોધાયમાન થયેલે કમઠ તાપસ કહેવા લાગે –“હું જાણું છું કે તમે એક રાજપુત્ર છે, અને રાજપુત્ર તે કેવળ હાથી–ઘડાજ ખેલી જાણે! ધર્મનું સાચું તરવ કેવળ અમે તપોધન જ જાણુએ. તમારાં જશોખ તમને મુબારક હે, અમારા તપની વચમાં તમે વ્યર્થ માથું ન મારે!”
સળગતો સાપ ઉર્યો! ક્ષમાસાગર પ્રભુએ આ વખતે વધારે વાદ ન કરતાં, પિતાના એકનેકર પાસે પેલું સળગતું કાષ્ટ બહાર કઢાવ્યું અને તેને કુહા ડાવતી યતનાપૂર્વક ફડાવ્યું. તેમાંથી તરત જ તાપ વડે આકુળવ્યાકુળ થયેલ અને મરણપ્રાય થયેલા એક સર્ષ નીકળે.