________________
ભક્તિના વીસ દોહરા
અગત્યનું કાર્ય શું છે તેના પ્રત્યે રુચિ અંદરમાં નથી તેમજ એવી એની પાત્રતા કે યોગ્યતા નથી. અડધો કલાક એને સ્વાધ્યાય કરવાનું કહીએ તો કહે કે સાહેબ ! મરવાનોય સમય નથી ! બીજા બધામાં આ જીવને સમય મળે છે – ઊંધવા માટે ૮ કલાક મળે છે. કમાવા માટે ૮ કલાક મળે છે. સંસારની પ્રવૃત્તિમાં, પાંચ ઈન્દ્રિયના વિષયભોગોમાં અને વિકથા કરવામાં સમય મળે છે. ટીવીની મેચ જોવા માટે, છાપા વાંચવા માટે સમય મળે છે, પણ ધર્મ માટે જીવને સમય મળતો નથી ! તો તેને કેવો આપણે સમજવો ? હીનભાગી.' સોનાની વખારમાં જઈને સોનાની જરૂર હોવા છતાં સોનું લીધા વિના બહાર નીકળે અને જરૂર પડે ત્યારે ૮૦૦0 ના ભાવનું સોનું ખરીદવા નીકળે એ કેવું કહેવાય ? અરે ભાઈ ! તું વખારમાં તો હતો ! ખરેખર તો સત્પુરુષની આજ્ઞામાં સર્વ પ્રકારે રહેવાય એવી અર્પણતા મારામાં નથી. total, unconditional, surrender આવી અર્પણતા નથી.
૨૨
ચિત્તપ્રસશે પૂજનફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ;
કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદધન પદ રેહ. ઋષભ. – શ્રી આનંદઘનજી કૃત ઋષભજિન સ્તવન
બિનશરતી શરણાગતિ જીવ કરતો નથી. Take and Give, આપો અને લો, લો અને આપો. એવી એની અંદરમાં ભાવના રહેલી છે. ઘણી વખત કોઈ જીવ પૂછે કે સાહેબ ! હું તમને માનું તો મને સમકિત થશે ? થાય તો હું માનું ને તમારી સાથે રહું, ના થાય તો મારો સમય શું કામ બગાડું ? આવી રીતે જીવ શરતથી દેવ-ગુરુ-ધર્મનો સંપર્ક રાખે તો કોઈ લાભ થતો નથી. કોઈ પણ પ્રકારના ફળની આશા વગર નિષ્કામભાવથી સેવા-ભક્તિ હોવી જોઈએ. પણ આ કાળના જીવોમાં એ મળવી બહુ દુર્લભ છે. ક્યાંક ભક્તિવાળા જીવો જોવા મળે છે, પરંતુ ત્યાં પણ લાલચ આપેલી હોય છે કે તમે અહીં આ પ્રમાણે કરશો તો કામ થશે, બીજે જશો તો નહીં થાય. આવી લાલચના કારણે જીવ એને વળગી રહેતો હોય છે, પરંતુ તેનાથી પરમાર્થ સાધ્ય થતો નથી. કારણ કે બંને ખોટા છે એટલે શું ફાયદો થાય ?
તનસે, મનસે, ધનસે સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસે;
તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમ ઘનો.
―
- શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૨૬૫ - ‘શું સાધન બાકી રહ્યું ?’
સહેજે સહેજે આ ગુણ આવે છે ત્યારે આ પ્રકારની પ્રક્રિયાઓ બને છે. હનુમાનજીને કોઈ પુસ્તક વાંચીને બોધ નહોતો થયો કે રામને વળગી રહેવાથી તારું કલ્યાણ થશે, સ્વયં