________________
ભક્તિના વીસ દોહરા
૨૧
બહુ પાછળ પડે ત્યારે જીવોને એમ થાય કે લાવ ત્યારે એક આંટો મારી આવું. આવા જીવ કલ્યાણ સાધી શકતા નથી. પરમકૃપાળુદેવે મોક્ષમાળાના શિક્ષાપાઠ-૨૪ માં સત્સંગનો પાઠ મૂક્યો છે અને શ્રી વચનામૃત પત્રાંક - ૬૦૯ માં પણ સત્સંગનું માહાત્મ્ય ખૂબ સમજાવ્યું છે. વળી, એ સત્સંગ ફળીભૂત કેમ નથી થતો એના ચાર કારણ બતાવ્યા છે : (૧) સ્વચ્છંદ (૨) મિથ્યા આગ્રહ (૩) ઈન્દ્રિયવિષયની લોલુપતા (૪) પ્રમાદ - આ બધા કારણો હોય તો પણ મળેલો સત્સંગ ફળીભૂત થતો નથી, લાભદાયી થતો નથી. સત્સંગના બોધ દ્વારા દોષો કાઢે તો જીવનું કલ્યાણ થાય. તો આવો સત્સંગ ત્રણે કાળમાં દુર્લભ છે. તેમાં આ કાળમાં તો પરમ ૫૨મ દુર્લભ છે, મળી જાય તો મહાભાગ્ય, ઓળખાણ થાય તો મહા મહા ભાગ્ય અને એ પ્રમાણે આરાધન થાય તો તેનાથી પણ મહા મહા ભાગ્ય.
જોગ નથી સત્સંગનો. જેને જોઈએ છે એને મળતો નથી અને જેને મળે છે એને સમય નથી, આવું છે. બહુ અઘરું છે. મહાન પુણ્યનો ઉદય હોય ત્યારે સાચા દેવ-ગુરુ-ધર્મનો, સત્સંગનો યોગ થાય અને એમાં ઘણી પાત્રતા હોય તો એમાં વિશ્વાસ અને શ્રદ્ધા થાય અને એના કરતાં પણ વધારે યોગ્યતા હોય તો એ સત્સંગના બોધ અને આજ્ઞા પ્રમાણે આપણે ચાલી શકીએ, ઉત્તરોત્તર બધું દુર્લભ છે. પ્રભુ ! સત્સંગ માત્ર મળવાથી કંઈ ફળતો નથી. મળવાથી કંઈ કામ થતું નથી, પણ પુરુષાર્થ કરવાથી સત્સંગ ફળે છે. પૂર્વે અનંતવાર કેવળજ્ઞાની પરમાત્મા મળ્યા, એમના સત્સંગ પણ મળ્યા અને મહાજ્ઞાની પુરુષોના પણ સત્સંગ મળ્યા, પણ આપણી એટલે કે ઉપાદાનની યોગ્યતા જ ન હતી. એટલે એ સત્સંગ પણ બધા નિષ્ફળ ગયા. મળવું તે ઉત્તમ છે, પણ માત્ર મળવાથી કાર્યની સિદ્ધિ થઈ જતી નથી. જમવા માત્રથી શરીરની પુષ્ટિ ન થાય, પણ ખાધેલું હજમ કરવાની યોગ્યતા શરીરમાં હોય તો શરીર અને સાતેય ધાતુ પુષ્ટ થાય. માટે માત્ર સાંભળવાથી કલ્યાણ ન થાય. સાંભળે છે તો ઘણા, પણ સાંભળીને તેમાંથી આત્મકલ્યાણ સાધનારા એક ટકો પણ નથી નીકળતા. એવી આ કાળમાં સ્થિતિ છે.
નથી સત્સંવા જોગ; એવા સત્પુરુષોની અથવા વીતરાગ ભગવાનની કે એમના ધર્મની સેવા કરવાનો પણ મને લાભ મળતો નથી. એવો યોગ કે સમય મળતો નથી. કોઈ જીવને સવારે સેવા-પૂજા કરવાનું કહીએ તો તે કહે કે સાહેબ ! સવારમાં તો એટલી દોડધામ હોય છે કે વાત ના પૂછો. ન્હાયો, ના ન્હાયો કે ચા પાણી પીધા કે ના પીધા, આ છાપુ વાંચ્યું, ના વાંચ્યું અને ટીવીમાં આ થોડા સમાચાર સાંભળ્યા, ના સાંભળ્યા અને હું નીકળી જાઉં છું. ખરેખર તો આમાંથી કંઈ ન કરે તો ચાલે એવું છે, પણ જીવને પરમાર્થમાર્ગમાં, આત્મકલ્યાણ થવામાં