________________
૩૨
સ્વરૂપ નક્કી થયું ન હતું. મૂળમાં, જનસમુદાયની આ વ્યવહારૂ ભાષામાં ગુચાએલા ધર્મ શાસ્ત્રોનુ જ્ઞાન જે પુરૂષા મુખપાઠથી બીજાઓને આપતા જતા હતા, તેઓ તે ભાષાને પેાતાના દેશ અને કાળની પ્રચલિત ભાષા સાથે બંધબેસતી કરતા રહેતા હતા. આપણા પ્રોસ્તી સનની આરભની સદિઓમાં હિ ંદુસ્થાનની દેશી ભાષાઓમાં મહારાષ્ટ્રની વાપતિએ જે અગ્રરચાન સપ્રાપ્ત કરેલુ જણાય છે તેથી, અને વૈયાકરણાએ સર્વ પ્રાકૃત ભાષાઓની આધારભૂત તરીકે તેની જે ગણના કરેલી દેખાય છે તેથી, તથા તેનુ સાહિત્ય—કે જેના કેટલાક પ્રતિષ્ઠિત નમુના આજે પણ વિદ્યમાન છે–વિસાળ હાવાથી, જેના તેના પ્રભાવને વશ થયા હોય અને પેાતાના ગ્રંથાને પુસ્તકાઢ કરતી વખતે તે ભાષા અનુસાર પેાતાના પુસ્તકાની ભાષાની વ્યવસ્થા કરી હોય તે તેમાં આશ્ચર્ય પામવા જેવુ નથી. લિખિત પુસ્તાની ભાષામાં આવું ભાષા-પરિવર્તન સાહિત્યના ઇતિહાસમાં ખીજે કાઇ સ્થળે જોવામાં નથી આવતું એમ નથી. મેં પાછળના એક પાના ઉપર, ઉતારા કરનારાઓના હાથે મધ્યકાલીન જર્મન ગ્રંથેાની ભાષામાં આવું ભાષા– પરિવર્તન થયું હતું, એમ સૂચવ્યું છે. જૈન ગ્રંથૈાના સંપાદકને સર્વાં લક્ષાપેત મહારાષ્ટ્રી ભાષાને સથા સ્વીકાર કરવા ગમ્યા નહીં હશે અને તેથી તેમણે ચિરકાલીન પૂ પરંપરાથી ચાલતાં આવેલાં અને તેથીજ પવિત્ર મનાએલાં એવાં ઘણાં આ રૂપાને કાયમ રાખ્યાં હશે. કારણ કે આ ભાષા હમેશાં ગંભીર પ્રકારની લેખનશૈલી માટે ખાસ રીતે યાગ્ય મનાતી આવી છે.
જૈન મહારાષ્ટ્રી જ્યારથી પવિત્ર ભાષા તરીકે નકકી થઇ, ત્યારથી તે ધણા વખત સુધી જેનેાની સાહિત્યિક ભાષા તરીકે ચાલૂ રહી હતી. પરંતુ પાછળથી તેનુ સ્થાન સંસ્કૃતે લીધું હતું. પૂર્વાંની સઘળી પ્રાચીન ટીકાએ એટલે ચૂર્ણિ અને વૃત્તિએ તથા બીજા પણ ઘણા સ્વતંત્ર ગ્રંથા પ્રાકૃત ભાષામાં લખાયા હતા. ઇ. સ૦ ૧૦૦૦ અને ૧૧૦૦ ની મધ્યમાં જેનેએ સંસ્કૃતને પેાતાની સાહિત્યિક ભાષા તરીકે અંગીકાર કરી હતી. પરંતુ આ ફેરફાર કાંઇ આકસ્મિક કે સ ંપૂર્ણ રૂપે નહાતા થયા. કારણ કે, આ સમય પહેલાંના પણુ ભક્તામરસ્તોત્ર, કલ્યાણુમ ંદિરસ્તાત્ર, શાલનસ્તુતયઃ જેવા જૈનગ્રંથકારાનાં સંસ્કૃત કાવ્યા મેાજુદ છે તેમજ જિનપ્રભમુનિનુ