________________
૩૨
નામના પુસ્તકના પૃ. ૪ર માં પણ તેમજ જાહેર કર્યું છે. જે જે બાબતેમાં જેને પ્રાકૃત મહારાષ્ટ્રીથી જુદી પડે છે, તે તે બાબતોમાં તેણે સાધારણતઃ પ્રાચીનરૂપો કાયમ રાખ્યાં છે. એ ભાષાના આનાથી પણ વધારે પ્રાચીન રૂપની નિશાની પૃ. ૫ ઉપર સૂચવેલા શબ્દોમાં જોવામાં આવે છે. આ નિશાની છે, પરસ્પર ન જોડાય તેવા બે વ્યંજનેની વચ્ચે લિખિત ભાષામાં, જેમ નિત્યરૂપે સ્વરનો અંતર્ભાવ થાય છે તેમ ન થતાં વિકલ્પરૂપે થાય છે, તે છે. આવી જાતની–વિકલ્પે સ્વર ઉમેરવાની છુટ જે પ્રાચીન સૂત્રમાં આવતા પ્રાકૃત પદ્યોની માત્રાગણનામાં લેવી જરૂરની છે, અને જે વૈદિક કવિઓની પદ્ધતિ સાથે પણ કેટલીક સામ્યતા ધરાવતી જોવાય છે, તેને પાછળના પ્રાકૃત કવિઓ બિલકુલ સ્વીકાર કરતા નથી. તેમની કૃતિએમાં તે પ્રત્યેક સ્વરનો ઉચ્ચાર એક સ્વતંત્ર વર્ણની માફક નિત્યરૂપે થવો જ જોઈએ. “સેતુબન્ધ” “સપ્તશતી અને ત્યાર પછીના પ્રાકૃત સ્તોત્રો આદિ ગ્રંથની પદ્ધતિમાં, અને તેનાથી પ્રાચીન એવા પદ્યબંધ સૂત્રોની પદ્ધતિમાં જે ભેદ જોવામાં આવે છે, તેનું કારણ માત્ર ભાષામાં થએલું પરિવ
નજ છે અને આવું પરિવર્તન વૈદિક અને સાહિત્યિક સંસ્કૃત ભાષામાં પણ પ્રત્યક્ષ થએલું જોવાય છે. અહિં સુધી આપણે જેનોના પવિત્ર ગ્રંથની ભાષાને ક્રમિક વિકાસ આલેખ્યો છે. પણ તેની કેટલીક અનિયમિતતાઓ વળી જુદા જ પ્રકારની છે; અને તે સ્પષ્ટ રીતે એમ દર્શાવતી હોય તેમ લાગે છે કે લિખિત સૂત્રોની ભાષા કરતાં અસલ ભાષા જુદીજ હતી.
ઉપર જેમ મેં જણાવ્યું છે તેમ મહાવીર અને તેમના ગણધરની મૂળ ભાષા માગધી જ હતી, અને તેની પુલિંગની પ્રથમાને “એ” પ્રત્યય જે કાયમ રહ્યો છે તે આ કથનના પ્રમાણુ સ્વરૂપ છે. સંક્ષેપમાં એટલું જ કહેવાનું છે કે જૈન ગ્રંથની છેલ્લી પુનર્રચના થઈ તે પહેલાં તેની ભાષાનું
૧ વેદમાં ખાસ કરીને “ધ” અને “વ” ની પહેલાં વિકલ્પ સ્વર ઉમેરવાની જે પદ્ધતિ હતી તે પાછળના સંસ્કૃત સાહિત્યમાં સર્વથા બહિષ્કૃત કરવામાં આવી છે. પરંતુ જેને પ્રાકૃતમાં આનાથી ઉલટું એટલે, પૂર્વે વિકલ્પ
સ્વરને અંતર્ભાવ કરવાની જે પદ્ધતિ હતી, તે અર્વાચીન પ્રાકૃતમાં, જ્યાં આગળ વ્યંજન સમુદાય સંયુક્ત ભાવ ન પામતો હોય ત્યાં તે એક નિયમરૂપે થઈ ગઈ છે.