________________
૩૦
માનવા પ્રમાણે જેને મહારાષ્ટ્રી સુરાષ્ટ્રની ભાષા સાથે ઘણેજ નિકટ સંબંધ ધરાવનારી છે. કેમકે પરંપરાગત હકિકતને આધારે જૈન શાસ્ત્રોનું સંસ્કરણ, ઉપર જણાવ્યા પ્રમાણે વલભીપુરમાં થયું હતું. આ કારણને લઈને તેને જેને સૌરાષ્ટ્ર એવું નામ આપવું વધારે યુક્ત ગણી શકાય ખરું, પરંતુ સાધારણ રીતે મહારાષ્ટ્રને નામે ઓળખાતી પ્રાકૃત ભાષાના સામાન્ય સ્વરૂપની સાથે તે ઘણે અંશે મળતી હોવાથી અને હેમચંદે તેને તેવું જ નામ આપી દીધેલું હેવાથીનવું નામ આપવાની હું હિંમત કરી શકતો નથી.
વળી જે પ્રાકૃતનું સ્વરૂપ પણ ધી કાઢવું કઠણ નથી, તે એકંદર રીતે જેને મહારાષ્ટીની સરખીજ ભાષા હોવાથી અને ભેદ માત્ર આર્ષરૂપની દૃષ્ટિએ જ ઉત્પન્ન થએલો હોવાથી, આપણે તેને યોગ્ય રીતે પ્રાચીન મહારાષ્ટ્રી અથવા આર્ષ મહારાષ્ટ્રી કહી શકીએ છીએ. હેમચંદ્ર તેને આર્ષમ”
ઋષિઓની ભાષા કહે છે. અને જૈન મહારાષ્ટીની અંદરજ તેનું વર્ણન કરે છે. તેના વિશિષ્ટ રૂપને તેઓ સામાન્ય નિયમોના અપવાદ રૂપે માને છે, અને જણાવે છે કે, પ્રાયઃ સામાન્ય પ્રાકૃતના નિયમ ઋષિઓની ભાષાને વિક લાગૂ પડે છે. આ રીતે, તેઓ પોતાનું મન્તવ્ય પ્રકટ કરી સૂચવે છે કે જેને પ્રાકતનું સાદસ્ય બીજી કોઈ પણ પ્રાકૃત ભાષા કરતાં મહારાષ્ટ્રી સાથે વધારે છે. તેમનું આ કથન ઘણું પ્રમાણભૂત છે. કારણ કે એક તો તેઓ પ્રાકૃત ભાષાના પૂર્ણ જ્ઞાતા છે, અને બીજું, સંપૂર્ણ લોકમાન્યતાથી પ્રતિકલ એ પોતાનો અભિપ્રાય તેમણે આપેલો છે. જેને પ્રાકૃતમાં હેમચંદ્ર જે મેગધીત્વ જોયું તે માત્ર અકારાન્ત પુંલ્લિંગ શબ્દના પ્રથમાના એકવચની રૂપના અને આવતા “એ” પ્રત્યય રૂપજ છે. અને હું પણ તે સિવાય બીજો કઈ તફાવત જોઈ શક્યો નથી. જે જે બાબતોમાં શૌરસેની અને માગધી
* હેમચંદ્રના વ્યાકરણમાં ફક્ત પ્રાકૃત એવું સામાન્ય નામ જ મળે છે, મહારાષ્ટ્ર એવું વિશેષ નામ મળતું નથી. ડૉ. જેકેબીનું આ કથન કે, હેમચંદ્ર જૈનગ્રંથની પ્રાકૃતને મહારાષ્ટ્રી એવું નામ આપ્યું છે, તે અમારા સમજવામાં બરાબર આવતું નથી.–સંપાદક.
૧ પ્ર. વેબરનું નિશ્ચયપૂર્વક એમ કહેવું છે કે, ચ, જં, અને ડ્યું ને બદલે એ, અને ક્ષ ને બદલે ષ્ક ને ફેરફાર સિદ્ધ કરે છે કે જૈન-પ્રાકૃત તે માગધી છે. વેબર - અને “-” રૂપી સ્વરૂપ દર્શક ચિન્હોને (વર્ગોને)