________________
૧૯
ભક્તિના વીસ દોહરા. સ્વચ્છેદ તોડી નાખે છે. હજારો શાસ્ત્રો ન વાંચો તો વાંધો નહીં, પણ એક આજ્ઞાનું આરાધન કરો તો તેનાથી પણ જીવનું કામ થઈ જાય છે.
મોક્ષમાર્ગમાં આજ્ઞાનું માહાલ્ય સમજાવ્યું છે. આજ્ઞાનું પાલન એ સમકિતનું કારણ થાય છે. આજ્ઞાનું પાલન એ જીવને મોક્ષમાર્ગનો સાચો અધિકારી બનાવે છે. માટે આજ્ઞાનું માહાસ્ય આપણે આપણા જીવનમાં સમજવું જોઈએ અને તેના પ્રત્યે પરમ આદરભાવ આવવો જોઈએ. વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુ અને તેમના દ્વારા પ્રરૂપાયેલા ધર્મ પ્રમાણે અને એમના લખાયેલા સન્શાસ્ત્રો પ્રત્યે પરમ આદરભાવ આવવો જોઈએ. કેમકે, આ બધા સમકિત પ્રાપ્ત કરવામાં બાહ્ય નિમિત્તો છે, ઉત્તમ નિમિત્તો છે. તો આ વીસ દોહરામાં એક પછી એક જે ગુણો બતાવ્યા છે તેમાં જીવને બહિરાત્મપણાનો ત્યાગ કરી અંતરાત્મા થઈને પરમાત્મા પ્રત્યે લીન થવાનો ઉપયોગ તેમજ સમકિતની પ્રાપ્તિનો ઉપાય વર્ણવવામાં આવ્યો છે.