________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ : લાગે છે, પણ અહિં આપણે વિશાખાનંદીના જીવને તેનું ફળ કેવી રીતે ભેગવવું પડે છે તે આપણે જોઈએ.
અધિકાર, લક્ષ્મી, અને જુવાનીના મદમાં વિશેષે કરી છે બીજાની હાંસી મજાક કરતા જોવામાં આવે છે. “હસતા બાંધેલું કર્મ રી ૨ ભોગવવું પડે છે. એવી એક કહેવત છે. વિશ્વભૂતિ મુનિને જીવ નિયાણાના પ્રતાપથી અઢારમા ભાવમાં વાસુદેવ થઈ જે સિંહને વધ કરે છે તે સિંહ તે આ વિશાખાનંદિનોજ જીવ છે. મનુષ્યમાંથી તિર્યંચગતિમાં અને ત્યાંથી નરકગતિમાં તે જાય છે. નરકગતિના બાંધેલા આયુષ્યના લીધે નરકમાં ઉત્પન્ન થઈ તે ગતિના લાયકની વેદના ભેગવી ત્યાંનું આયુષ્ય પુરૂં કરી ઘણે કાલા સંસારમાં તે રજળે છે. ભગવંત મહાવીરના સતાવીશમા ભવમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રી ગૌતમગણુધરાદિ સહ વિહાર કરતાં એક ખેડુતને બતાવીને તેની દયા લાવી તેને બોધ આપવા જવા ગૌતમસ્વામીને ભગવંતે આજ્ઞા આપી મોકલ્યા,તેનું વૃતાંત આપણે વિસ્તારથી તે ભવના વિવેચનમાં જોઈશું, પણું, અહિં એટલું યાદ રાખવાનું છે ! કે–તે ખેડુત તે આ વિશાખાનંદીને જ જીવ છે. રાજકુંવર અને જુવાનીના મદમાં સંસારી અવસ્થાના કાકાના દીકરા મુનિને જોઈને અજ્ઞાનતાના લીધે કરેલી મજાકથી તે જીવ કેટલી અધોગતિને પામ્ય એનેજ આપણે વિચાર કરી પ્રસંગ આવતાં આવા અશુભ કર્મ ન બંધાય તેના માટે જાગૃતિ રાખવાની છે.
For Private and Personal Use Only