________________
મહારાષ્ટ્ર ભાષા સાથે એકભાવ ધારણ કરતી નથી. આ બન્ને વચ્ચે બે મેટા સ્પષ્ટ ભેદો છે. એક તો આદ્યરૂપે અથવા દ્વિત્વરૂપે દત્ય “ન” નો ઉપયોગ થાય છે તે, અને બીજો “યશ્રતિ ને વ્યવહાર છે. આ ભાષા કે જેને ઉચિત રીતે જેને મહારાષ્ટી કહી શકાય તેનું હેમચંકે સંપૂર્ણ લક્ષણ આપ્યું છે. આ લક્ષણ કાલિકાચાર્ય કથા જેવા એક અર્વાચીન નિબંધમાં પણ પૂર્ણરીતે પ્રયુક્ત થએલું કેાઈ પણ વાચક સ્પષ્ટ જોઈ શકે છે. પ્રાચીન સૂત્રોની ભાષા, જેને હું જેને પ્રાકૃત કહું છું તે જૈન મહારાષ્ટ્રથી કેટલીક બાબતોમાં જૂદી પડે છે. જેમ કે, જ્યારે જૈન મહારાષ્ટ્ર ભાષાના પુલિંગના પ્રથમા તથા સપ્તમીના એકવચનના રૂપને અંતે “એ” અને “. મિ” અનુક્રમે આવે છે, ત્યારે જેને પ્રાકૃતમાં તેના સ્થાને અનુક્રમે “એ” અને “ - સિ” આવે છે. ઉદાહરણ તરીકે, જે મ–સક્કો, જે પ્રા –સક્કે” સં–શક્રા, જે મ–વરંમિ,” “મેલિમિ,” “સાહૂમિ' જે. પ્રા--ધવસિ,” કુચ્છિસિ ' “સાહુસિ.” અવ્યય ભૂતકૃદન્તને અંતે જેને મહારાષ્ટ્રમાં સાધારણ રીતે “ઊણું, ” ઊણ” અથવા “ઉ” આવે છે. પરંતુ તેનાથી પ્રાચીન
એટલે જેને પ્રાકૃત ભાષામાં તેને અતિ “ઇત્તા” અગર “છત્તા છું” આવે છે. દાખલા તરીકે જે મ– કાઊણું,” “નાઊણું,’ ‘ગંતૂણું,” “કાઊણ”
કાઉ” ઈત્યાદિ; જે પ્રા–૧ કરિના,’–જાનિત્તા, ‘ગછિત્તા,” અથવા, “કરિત્તા છું'ઈત્યાદિ. જેન–પ્રાકૃતમાં અદ્યતનભૂત રહ્યો છે, પરંતુ જેન મહારાષ્ટ્રમાં તેને બદલે સામાન્યરીતે ભૂત કૃદંત આવે છે. આવા સાધારણ ભેદો ઉપરાંત, જેને પ્રાકૃતમાં ઘણું આર્ષ શબ્દો, રૂપ તથા વાક્યાંશે પણ મળી આવે છે, જે જૈન મહારાષ્ટ્રમાંથી બહિષ્કૃત થયાં છે.
જૈન મહારાષ્ટ્રના સ્વરૂપના સંબંધમાં તો કોઈ પણ શંકાને સ્થાન જ નથી. કારણ કે હેમચંદ્ર તેના સંબંધમાં સ્પષ્ટરીતે વર્ણન આપ્યું છે. એ ભાષા એકંદર રીતે “હાલ” નીજ મહારાષ્ટી ભાષા છે. એમ છતાં બન્ને વચ્ચે જે ભેદો દષ્ટિગોચર થાય છે તે તેની ઉત્પત્તિસ્થાનના ભેદને લઇને છે. મારા
૧ આ આશ્ચર્યકારક કથા મૂળરૂપે હું થોડા જ સમયમાં પ્રકટ કરવા ઈચ્છું છું. કારણ કે, તેની અંદર કેટલીક સાચી અને ઐતિહાસિક પરંપરાના મુદ્દાઓ રહેલા છે.