________________
કારણથી વર્તમાન વિવેચકનો ઉદેશ તે માત્ર પ્રાચીન ટીકાકારોએ જે સૂત્રપાઠ સ્વીકાર્યો હતો તેને જ પુનરુદ્ધાર કરવાનો હોવો જોઈએ. સાક્ષાત દેવધિંગણીએ પુસ્તકારૂઢ કરેલે સૂત્રપાઠ તે આજે મળવો અશક્ય જ છે.
દેવર્ધિગણીના સમય પર્વતની જૈન સાહિત્યની અવ્યવસ્થિત સ્થિતિ ઉપરથી એ અનુમાન પણ કરી શકાય એવું છે કે જે ભાષામાં તે પવિત્ર જ્ઞાન એક પેઢીથી બીજી પેઢીને આપવામાં આવતું હતું તેમાં કમથી ફેરફાર થતા ગયા હતા. જે ભાષા મહાવીર અને તેમની પછીના શિષ્યઅર્થાત ગણધરે બોલતા હતા તે તે ખરેખર મગધદેશની જ ભાષા હતી. તેઓ સંસ્કૃતભાષા બોલે એ તે અસંભવિત જ છે. પરંતુ જેને પ્રાકૃત અશોકના શિલાલેખોની અથવા પ્રાકૃત વૈયાકરણોની માગધી ભાષા સાથે ઘણુંજ થોડું મળતાપણું ધરાવે છે. તેમ છતાં જેને પિતે તેને “માગધી’ કહે છે. હેમચંદ્ર પોતાના પ્રાકૃત વ્યાકરણના ચોથા પાદના ર૭૭ મા સૂત્રની વ્યાખ્યામાં જે અધ ગાથા ઉધ્ધત કરેલી છે તેમાં લખ્યું છે કે પ્રાચીન સૂત્રો એકલી અર્ધમાગધી ભાષામાં જ લખાએલાં હતાં–
पोराणं अद्धमागहमासानिअयं हवइ सुत्तं ।। હેમચંદ્ર આ સ્થળે પિતાનું ટિપ્પણ કરે છે કે, જો કે આ પરંપરાગત વૃદ્ધ સંપ્રદાય છે, પરંતુ માગધી ભાષાનું જે લક્ષણે આગળ ઉપર આપવામાં આવશે તે જેને પ્રાકૃતને લાગુ પડતું નથી; અર્થાત જૈન પ્રાકૃત માગધીથી ભિન્ન છે.
જેનોની પવિત્ર ભાવાના સ્વરૂપનું નિરૂપણ કરવા આગળ વધીએ તેની પહેલાં આપણે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમની પ્રાકૃત ભાષામાં બે ભેદ દેખાઈ આવે છે. ૧–પ્રાચીન ગદ્ય ગ્રંથની ભાષા, અને, ર–રીકા-કારે અને કવિઓની ભાષા. જે ભાષામાં પ્રાચીન ગદ્ય ગ્રંથો લખાયા છે તે ભાષા ઘણે અંશે ટીકાકારો અને કવિઓની ભાષાથી ભિન્ન છે. ટીકાકારે અને કવિઓની ભાષા મહારાષ્ટ્રી છે, અને તે પ્રાકૃત વ્યાકરણના પહેલા પાદમાં જે નિયમો આપેલા છે તેને સર્વથા અનુસરનારી છે. પરંતુ સાથે એ પણ જાણવું જરૂરનું છે કે હેમચંદ્રની મહારાષ્ટ્ર તે “હાલ,” “સેતુબન્ધ,’ અને નાટકની