________________
२७
યામાં વિભક્ત કર્યાં અને ગ્રંથગણુના ( એટલે ૩૨ અક્ષરના એક શ્લાક એમ શ્લાક પ્રમાણુ ) ની પદ્ધતિ દાખલ કરી. આ ગ્રંથગણુનાના હિસાબે, સેા સેા અગર હજાર હજાર શ્લાકની સખ્યાસૂચક અકા, હસ્તલિખિત પ્રતિમાં સત્ર એકજ રૂપમાં લખવામાં આવેલા છે. રસ્તાઓના માપને માટે ઉભા કરેલા માલના પથરા જેવા આ સંખ્યાસૂચક કા મૂકવાને ઉદ્દેશ એજ છે કે મૂળ સૂત્રેામાં પુનઃ વધારા–ઉમેરા ન થવા પામે. પરંતુ વાસ્તવિકમાં આ ઉદ્દેશ સફળ થયા હાય એમ લાગતુ ં નથી.
દેવદ્ધિ ગણીના પછીના સમયમાં પણ જૈન આગમામાં ઘણા ફેરફાર થયા હેાવા જોઇએ. હાલની હસ્તલિખિત પ્રતામાં વિવિધ પાઠાન્તરા મળે છે ખરાં, પરંતુ જુદી જુદી લેખનપદ્ધતિને લઇને તેની ઉત્પત્તિ થએલી છે. તે સિવાય તે વધારે ઉપયાગી કે વધારે પ્રમાણવાળાં નથી. પણ પુરાતન સમયમાં કાંઈક જુદીજ સ્થિતિ હાવી જોઇએ. કારણ કે ટીકાકારાએ પાતાની ટીકાઓમાં અનેક પાઠાંતરાના નિર્દેશ કરેલા છે, કે જે હાલના હસ્તલેખામાં જોવામાં આવતાં નથી. આથી મારૂં એમ માનવું છે, કે વર્તમાનમાં જે સૂત્રપાઠ મુળની પ્રતિમાં જોવામાં આવે છે, તથા અર્વાચીન ટીકાકારાએ જેને પોતાની ટીકાઓમાં લીધેલા છે તે મૂલ ટીકાકારોએ નિર્ણીત કરેલા પાઠ છે. કલ્પસૂત્રના સંબંધમાં તા આ વાત નિશ્ચિત છે, એમ હું ખાત્રીપૂર્ણાંક કહી શકું છું. સૂત્રેાની જે જે ટીકાએ અત્યારે વિદ્યમાન છે તે સઘળી સીધી અથવા આડકતરી રીતે પ્રાકૃતમાં રચાએલી પ્રાચીન ચૂર્ણિએ અગર વૃત્તિએના આધારે લખાએલી છે. એ વૃણિઓ તથા વૃત્તિએ હાલમાં યા તા નષ્ટ થઈ ગઇ છે, અથવા તે કવચિત્ જ અસ્તિત્વ ધરાવે છે. પ્રાચીન ટીકાકારાએ મૂળસૂત્રેાને ઘણાજ અવ્યવસ્થિત રૂપમાં જોયાં હશે. કારણ કે તેમને તેના ઘણા પાઠાન્તરા નોંધવાની આવશ્યકતા લાગી હતી. આમાંના ધણાંક પાઠાન્તરા પછીના ટીકાકારાએ પણ પેાતાની ટીકાઓમાં ઢાંક્યાં છે. કેટલાક ટીકાકારો ફક્ત એકજ પાઠ સ્વીકારી તે ઉપરજ ટીકા કરવાનુ જણાવે છે. ઉદાહરણ તરીકે ઉત્તરાધ્યયનસૂત્રના ટીકાકાર દેવેન્દ્રગણી લઇ શકાય. ખીજા કેટલાક ટીકાકારા પાઠાન્તરા જોવાની ઇચ્છાવાળાને તે ચૂર્ણી જોવાની ભલામણુ કરે છે. પ્રમાણુ તરીકે કલ્પસૂત્રના સૌથી પ્રાચીન ટીકાકાર, કે જેમની ટીકા મેળવવા હું શક્તિમાન થયે છુ, તે જિનપ્રભમુનિ લઇ શકાય. આ