________________
ભક્તિના વીસ દોહરા. શ્રદ્ધા રહેવી જોઈએ. અચળપણે આજ્ઞા આરાધવા માટે હે પ્રભુ! તારામાં મને જે વિશ્વાસ અને બહુમાન હોવા જોઈએ તે નથી. સદ્ગુરુ કહે છે તે વાત મારા આત્માને હિતકારી છે એવું દૃઢપણે અંતરમાં લાગવું જોઈએ.
બાપાને માનીએ અને તેમની આજ્ઞા ન માનીએ તો એ બાપાને માન્યા કહેવાય નહીં. તેમ ગુરુદેવને માનીએ અને તેમની આજ્ઞા ન માનીએ તો એ ગુરુદેવને માન્યા કહેવાય નહીં. કલ્યાણ તો આજ્ઞાના આરાધનથી છે. आणाए धम्मो आणाए तवो ।
– શ્રી આચારાંગ સૂત્ર આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ.
આજ્ઞા ચાહે નાની હોય કે મોટી, પણ માહાસ્ય આવવું જોઈએ. કોઈને એક આજ્ઞા આપી હોય, તો કોઈને બીજી. દરેક આજ્ઞા દરેક જીવ માટે હિતકારી હોય છે. સાચું સુખ સપુરુષના કહેવા પ્રમાણે ચાલવામાં છે. તેમના વચનો પ્રવચન રૂપે હોય કે લેખન રૂપે હોય, તેના પ્રત્યે બહુમાન થવું જોઈએ. અંતરમાં દઢ વિશ્વાસ થવો જોઈએ કે મારું હિત આમાં જ છે. આવી દઢ શ્રદ્ધા આવે તો આજ્ઞાનું આરાધન થઈ શકે. તેમનું જ્ઞાન, તેમની દશાનું ભાન થઈને પરમ આદરભાવ પ્રગટે અને પોતાનામાંથી દોષો જઈને વિનય આદિ ગુણો પ્રગટે.
આપ તણો વિશ્વાસ દૃઢ, દઢ વિશ્વાસ એટલે ભગવાન અને સદ્ગુરુદેવ કહે છે એ જ મોક્ષનો માર્ગ છે અને એનાથી જ મારું કલ્યાણ છે. બીજા શું કહે છે એવું જે જોવા જાય છે તે ગુરુની કે ભગવાનની આજ્ઞાનું આરાધન ન કરી શકે. જીવ બધે ફરે છે પણ કોઈની આજ્ઞાનું આરાધન કરતો નથી. અનેક સંતોના સત્સંગ ભલે સાંભળે, પણ કોઈની આજ્ઞા ન આરાધે તો એ જીવ આત્મકલ્યાણ ન સાધી શકે. ગમે તેટલું તપ, ત્યાગ કે ભક્તિ કરે અથવા હજારો શાસ્ત્રો વાંચે, પણ આજ્ઞાનું આરાધન ન કરે તો એ પણ આત્મકલ્યાણ સાધી શકે નહીં.
ને પરમાદર નાહીં. પરમ આદરભાવ એટલે ભગવાન અને સદ્ગુરુ પ્રત્યે ઉત્કૃષ્ટ આદરભાવ. આજ્ઞા એ સ્વચ્છેદ તોડવાનું બળવાન હથિયાર છે. આજ્ઞાનું આરાધન ના થાય તો