________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ ભવ.
શુદ્ધ તપ સ્વરૂપ.
૨૫
નહિ, પર’તુ એવુ વિચારે જે આ પુરૂષ ખરાને વાસ્તે મને અનિષ્ટ વચન કહે છે, એ મારા ઉપકારી છે કેમકે એણે જે વચન મને કહ્યું તે સત્ય છે. અથવા એ પુરૂષ જે કહે છે તે અસત્ય છે તે પણુ મારે તેની ઉપર ક્રોધ કરવા એ યુક્ત નથી,એમ ચિ'તવી પેખતે તેની ઉપર ક્રોધ કરે નહિં અને સમ્યક્ રીતે આક્રોશ સહન કરે.
તપસ્યાના હેતુએ સંબંધી શાસ્ત્રમાં નીચે પ્રમાણે ક્રમાન છે. નિર્દોષ, નિયાણાવિનાનું અને નિશનાજ કારણભૂત એવુ" શુદ્ધતપ સારી બુદ્ધિવર્ડ મનના ઉત્સાહ પૂર્વક કરવું .
જેનાથી શરીર તપે તે તપ કહેવાયછે. રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર તેમજ અશુભ કર્મો તેનાથી તાપ પામે છે, તેથી તેને તપ કહે છે. તે તપ નિર્દોષ કરવુ' એટલે આ લેાક તથા પરલેકના સુખની ઈચ્છા અને *નિદાન રહિત કરવુ, જે માણસ શુદ્ધચારિત્રનુ પાલનકરીને ભાગાદિક પ્રાપ્ત કરવાનું નિદાન કરે છે, તે કુલ આપવામાં દશ એવા કલ્પવૃક્ષને વધારીને પછી તેને ભસ્મસાત કરે છે.
એ નિદાન (નીયાણુ) નવ પ્રકારનાં છે. વળી તે તપ ચિત્તના ઉલ્લાસપૂવ ક કરવું. પણ રાજાની વેઠની પેઠે અણુગમાંથી કરવુ' નહિ. તેમજ જેટલી શક્તિ હૅય તેટલુ કરવું, જે તપ કરવાથી મન દુષ્ટ ( માઠા વિચાર કરનારૂ ) ન થાય, ઇન્દ્રિયાની હાની ન થાય અને ચેગ પણ ન હણાય તેવુ' તપ કરવું'. વળી પરાધિન બુદ્ધિથી દીનપણે અનાદિકની પ્રાપ્તિના અભાવે આહાર ત્યાગરૂપ અજ્ઞાન તપ કરે તે તે આશ્રવનુ કારણ હોવાથી તથા ક્રોધાદિક કષાયના ઉદયનું આશ્રિત હાવાથી તે તપ નથી, પશુ પૂર્વ આંધેલા અંતરાયકમના ઉદયથી અસાતાવેદનીયના માત્ર તે વિપાકજ છે, કેમકે આહારનો ત્યાગ કરવા તે દ્રવ્યતપ છે, અને આત્મસ્વરૂપની એકાગ્રતા કરવી તે ભાવતપ છે. આ ભાવતપ
* કરશુ.
For Private and Personal Use Only