________________
૧૬.
ભક્તિના વીસ દોહરા
ગાથા - ૩
નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં,
આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાહીં. આ દોહરામાં બહિર્મુખતાનો ત્યાગ કરી અંતર્મુખ થવાની પ્રવૃત્તિઓ બતાવી તે સમકિત પ્રાપ્ત કરવાનો માર્ગ છે. જે જે દોષો જીવમાં છે તે કાઢીને અંતર્મુખ થવાની પ્રેરણા આપી છે. એટલે સમતિ પ્રાપ્ત કરવાના એક પછી એક દઢ સાધન બતાવ્યા છે. પહેલા શુદ્ધ ભાવ, પછી લઘુતા અને પછી દીનતા વિષે કહ્યું અને હવે કહે છે કે હું ગુરુની આજ્ઞામાં રહું, આરાધું એવું અચળપણું મારા અંતરમાં પ્રગટે એવી પ્રાર્થના સાધક કરે છે.
આ દોહરામાં આજ્ઞાનું માહાસ્ય બતાવ્યું છે. ગુરુદેવનો સત્સંગ ખૂબ કર્યો, સેવા ખૂબ કરી, એમના સાન્નિધ્યમાં પણ જીવ ખૂબ રહ્યો પણ જો એમની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલે તો એ જીવનું કલ્યાણ થઈ શકે નહીં.
ગુરુદેવની આજ્ઞા શું છે? તો કાયમ માટે રાગ-દ્વેષ છોડીને સમભાવમાં રહો. જો કે, સાચી સમતા આત્માના આશ્રયે આવે છે. આજ્ઞાનું પાલન થયા વગર કોઈ પણ જીવ સાચું આત્મકલ્યાણ સાધી શકતો નથી. જુદા જુદા જીવોને જે કંઈ જુદા જુદા દોષો પ્રવર્તી રહ્યા છે તે દોષો કાઢવા માટે જે જે આજ્ઞા આપી હોય, તે તે આજ્ઞા તે તે જીવો માટે મહત્ત્વની છે. ગુરુદેવની નાની કે મોટી જે આજ્ઞા હોય તે બધી આત્મકલ્યાણ માટે છે. જે કંઈ દોષો છે તેને કાઢવા માટે જ તેમની આજ્ઞા હોય છે. મુખ્ય આજ્ઞા તમારા ઉપયોગ દ્વારા તમારા સ્વરૂપમાં સ્થિર થાવ, સ્વરૂપસ્થ થાવ તે જ હોય છે. પણ પાત્રતા વગર એ સ્વરૂપસ્થપણું આંવતું નથી. એટલે પાત્ર થવા દરેક જીવને જુદી જુદી આજ્ઞાઓ આપી હોય છે. માટે એ આજ્ઞા અનુસાર જીવે રહેવું જોઈએ. તેમાં અચળપણે એટલે એક ક્ષણ માત્ર પણ પ્રમાદ કર્યા વગર વર્તાતું નથી એવું ભક્ત ભગવાનને કહે છે.
નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી; આજ્ઞામાં એવી અચળતા રહેવી જોઈએ કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એ ચલાયમાન ન થાય. શ્રદ્ધા મેરુ પર્વત જેવી અચળ હોવી જોઈએ. ગમે તે થાય, ગમે તેવા સંજોગો આવે, ગમે તેવા બનાવો બને, તો પણ જ્ઞાનીએ જે માર્ગ સમજાવ્યો છે તે જ માર્ગ સાચો છે એવી અડા