________________
૨૫
માલુમ પડે છે કે પાટલીપુત્રના સથે અગિઆર અંગોને સંગ્રહ કર્યો હતો. ત્યાર બાદ સૂત્રોમાં ઘણું ફેરફાર થયા હોવા જોઈએ. અને આ વાત સ્થાનાંગ સૂત્રથી સાબીત પણ થઈ શકે છે. એ સૂત્રનાં ૭ મા સ્થાનમાં, સાત નિહોનું વર્ણન કરેલું છે. આ સાતે નિહોના સંબંધમાં આવ
સ્વકસૂત્રમાં વિશેષ વિવેચન આપવામાં આવેલું છે. આમાંને સાતમો નિહર વીર નિર્વાણ પછી ૫૮૪ વર્ષે પ્રાદુર્ભત થયો હતો એમ લખેલું છે.
આ ઉપરથી એવું ફલિત થાય છે કે મહાવીર પછી છઠ્ઠી–સાતમી સદી સુદ્ધામાં પણ સૂત્રો મહત્વના પરિવર્તનના પાત્ર થઈ શક્તાં હતાં.
છેલ્લામાં છેલ્લું જેનસૂત્રોનું પુસ્તકાધિરોહણ સામાન્ય અને પ્રાચીનમાન્યતાના આધારે વી. સં. ૮૮૦ માં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે કર્યું. વીરનિર્વાણની તારીખ, જે તે વખતે વિક્રમ સંવત ૪૭૦ વર્ષ પહેલાં થએલી મનાતી હશે તે તે વી. નિ. ૯૮૦ ની સાલ ઈ. સ. ૪૫૪ ની બરાબર થાય છે, પરંતુ તે વખતે જેવી.નિ.ની તારીખ આપણે ઉપર જે નવીન નિઅર્શત કરી છે તે પ્રમાણે મનાતી હશે તો તે સાલ ઈ. સ.૫૧૪ ની બરાબર થાય છે. જિનપ્રભમુનિ અને પદ્મમન્દિરગણું લખે છે કે દેવર્ધિગણુએ જ્યારે ૪૫ આગમ-સિદ્ધાન્તને નષ્ટ થવાની તૈયારીમાં જોયા ત્યારે તેમણે વલ્લભીપુરના સંધની મદદથી તે પુસ્તકારૂઢ કરાવ્યા. એમ કહેવાય છે કે પ્રાચીનકાળમાં
૧ ઉત્તરાધ્યયનની ટીકા જેવા વધારે અર્વાચીન ગ્રંમાં અલ્પતર વિસં. વાદી નિહોની સંખ્યામાં બીજા એક નવીન બહુતર વિસંવાદી નિહવને ઉમેરે પણ થએલો છે અને એ નિહર તે વી. નિ. સંવત્ ૬૦૫ માં ઉત્પન્ન થએલો દિગમ્બર મત છે. દિગમ્બરે વેતામ્બરે ની ઉત્પત્તિ ગુપ્તિસ નામના સ્થવિરના વખતમાં, જે સંવત ૩૬-૪૬ માં થઇ ગયા હતા તે વખતે થએલી બતાવે છે.
આ નોંધ સાથે, કલ્પસૂત્ર અને ઋષિમંડલસૂત્રની સ્થવિરાવલીઓ છેલા સ્થવિર તરીકે દેવદ્ધિ ગણીનું જે નામ આપે છે તે, અને આવશ્યક અને નન્દીસૂત્રની સ્થવિરાવલીઓ દેવધિગણી સુધીનાં સ્થવિરેનાં નામ આપતાં છતાં પણ તેમનો (દેવગિણીને) જે નામનિર્દેશ કરતી નથી તે આ બન્ને હકિકતો, બહુ સંગત થાય છે. એ ઉપરથી એવું અનુમાન થાય છે કે તેમણે નન્દી અને આવશ્યક સૂત્રના પ્રારંભમાં આ સ્થવિરાવલી મૂકી હશે.