________________
૧૪
ભક્તિના વીસ દોહરા ભગવાનનો ભક્ત હંમેશાં નમ્ર હોય છે. બધાને માન આપે છે. બીજાને માન આપે એ નમ્ર બને છે અને બીજાની સામે માન રાખે તે અહંકારી બને છે. અહંકારી જીવનું ક્યારેય કલ્યાણ ન થાય. દરેક જગ્યાએ નમ્ર બનતા શીખો અને બને તેટલું મૌન રહેતા શીખવું. બોલવામાં અનેક પ્રકારના દોષો આવી જાય છે, અસત્ય આવી જાય છે, અહંકાર આવી જાય છે અને બહુ બોલનારો ક્યારેક ન બોલવાનું બોલીને પાછળથી પસ્તાય છે. દ્રૌપદી “આંધળાના આંધળા હોય” આટલું જ બોલી ગઈને? દ્રૌપદી બધી રીતે સારાં હતાં, પણ બોલવામાં એક વાર વિવેક ચૂકી ગયા, એમાં આખી મહાભારતની રચના થઈ. તો, અહીં લઘુતા ગુણની માંગણી ભક્ત ભગવાનની પ્રાર્થનામાં કરી છે. ગુણો માગ્યા છે. દોષો કાઢવાની ભાવના કરી છે. જેણે આ ભાવના કરી છે એ ધીમે ધીમે દોષો કાઢ્યા વગર રહેતો નથી. કેમકે, તેને તે દોષો આંખમાં કણી પડી હોય ને ખટક ખટક થાય તેમ ખટકે છે.
વિનય છે એ સમ્યગદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યફચારિત્ર, સમ્યક્તપને ખેંચીને લાવે છે; મોક્ષને પણ ખેંચીને લાવે છે.
રે જીવ! માન ન કીજિયે, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે.
રે જીવ માન ન કીજિયે. છિયું વ્રઝર ઝમૃગદર્શન થતું ન9) બાયુ અત્મિક ગુણોની પ્રાપ્રિનું મૂળ કારણ વિનય છે. દરેક પ્રકારની વિદ્યાની વૃદ્ધિ વિનય દ્વારા થાય છે. એ ગુણોની જ્યાં સુધી આપણામાં કચાશ છે ત્યાં સુધી આપણે સમ્યફ પ્રકારે વિદ્યાને પ્રગટ ન કરી શકીએ.
શું કહું પરમ સ્વરૂપ? હે પ્રભુ! આ જે પરમ સ્વરૂપ આપે પ્રગટ કર્યું છે અને પરમાત્મા બન્યા છો તેનું વર્ણન હું શું કરી શકું? તો આ પરમ સ્વરૂપ પ્રત્યે જ્યારે આપણી દષ્ટિ થાય કે આપણું સ્વરૂપ કેવું પરમ, ઉત્કૃષ્ટ છે. ત્યારે આપણને ખ્યાલ આવે છે કે હું જેની શોધ બહારમાં કરું છું તે તો અંદરમાં જ પડેલું છે. જે કંઈ તમારે જોઈએ છીએ તે બધુંય તમારા આત્મામાં જ છે. તમારે શાંતિ, મોક્ષ જે કંઈ જોઈએ છે એ બધુંય તમારા સ્વરૂપમાં રહેલું છે. એ સ્વરૂપનું વર્ણન વાણી દ્વારા કરી શકાતું નથી, કોઈને કહી શકાતું નથી. ભગવાન પણ કહી શકે તેમ નથી. પરમકૃપાળુદેવે “અપૂર્વ અવસર' માં કહ્યું છે,