________________
- આ ઉપર આપેલી કથા દેખીતી રીતે જ કાંઈ પણ ઐતિહાસિક ઉપગિતાવાળી જણાતી નથી. તેમજ હેમચંદ્ર તેને ઉલ્લેખ પણ કરેલે નહીં હોવાથી તે અર્વાચીન હેય તેમ ભાસે છે. તેથી આ સંબંધમાં આપણને કોઈપણ જાતને વિચાર કરવાની જરૂર નથી. પરંતુ ભદ્રબાહુસંહિતાના સંબંધમાં કાંઇક વિવેચન કરવાની જરૂર છે. ડો. બુદૂલર, પિતે તે નામનું એક પુસ્તક મેળવ્યાનું જણાવે છે. તેઓ કહે છે કે એ સંહિતા અન્ય સંહિતાઓના જેવી જ છે, અને મુકાબલામાં તે અર્વાચીન સમયમાં બનેલી હેય તેમ જણાય છે. વરાહમિહિર બીજા અનેક ગ્રંથકારેના ઉલ્લેખો સાથે સિદ્ધસેન નામના એક જેને જ્યોતિર્વિદો પણ ઉલ્લેખ કરે છે, ( Kern, Brihat Samhita, Preface P. 29.), પરંતુ પ્રસ્તુત પુસ્તકના સંબંધમાં તે કાંઈ સૂચન કરતા નથી. આ ઉપરથી એટલો નિર્ણય કરી શકાય છે કે ભાદ્રબાહવી સંહિતા વરાહમિહિરની પછીથી રચાએલી છે. અને તેથી કાઈપણ રીતે તેના કર્તાભદ્રબાહુ, તે ક૯પસૂત્રના કર્તા ભદ્રબાહુ તે નજ હોઈ શકે. કારણ કે કલ્પસૂત્રની અંતિમ આવૃત્તિજ-તેમાં જણાવ્યા પ્રમાણે–વીર સંવત ૯૮૦ એટલે ઈ.સ. ૪૫૪ અથવા ૫૧૪ માં થએલી છે. આ સમય વરાહમિહિરની પહેલાંને છે- નિદાન તેનો સમકાલીન તો ખરોજે.
કાલક્રમપૂર્વક ગોઠવતાં ભદ્રબાહુના સંબંધમાં ઉપર પ્રમાણેની હકિકત જેનામાંથી મળી આવે છે. ઐતિહાસિક દૃષ્ટિએ તેની ઉપયોગિતા ગમે તે હોય છતાં એટલું તે નિર્વિવાદ છે કે સઘળા જેન લેખકે એકમતે તેમને પિતાના એક પ્રાચીનતમ અને સૌથી વધારે સમર્થ લેખક માને છે. તેમની કૃતિઓ સમગ્ર જૈનસાહિત્યને એક વિશિષ્ટ ભાગ હોવાથી એ સમગ્ર સાહિત્યની સમાનજ તેમનું પણ ભવિતવ્ય સર્જાએલું છે. અને આ કાણુથી હવે આપણે સમગ્ર જૈન સાહિત્યનું સામાન્ય રીતે વિવેચન કરવું જરૂરનું છે. એ સાહિત્યને સર્વોત્કૃષ્ટ અને પવિત્ર ભાગ તે૪૫ આગમ ગણાય છે. ૨ - ૧ સિદ્ધસેન એક પ્રખ્યાત જૈન લેખક છે અને એવું કહેવાય છે કે તેમણે વિક્રમાદિત્યને નવીન સંવત પ્રવર્તાવવા માટે કેટલીક સહાયતા આપી હતી. કલ્યાણમંદિરસ્તાત્ર નામની તેમની એક કૃતિ મનાય છે.
૨ નીચે આપેલી આગમની ટીપ ડૉ. બુહૂલરે કૃપા કરી મને મેળવી