________________
૨૪
આમાંના કેટલાકના કર્તાઓનાં નામેા પણ બતાવવામાં આવ્યાં છે. ઉદાહરણ તરીકે દશવૈકાલિકસૂત્રના કર્તા શષ્યભવ, દશાશ્રુતસ્કંધ અને વ્યવહાર સૂત્રના કર્તા ભદ્રબાહુ, અને પ્રજ્ઞાપનાના કર્તા શ્યામાને બતાવવામાં આવે છે. પરંતુ ઘણા આગમા તા મહાવીરે પોતેજ પ્રરૂપ્યા છે, એમ કહેવાય છે. આ કહેવાના અ એવા નથી કે સાક્ષાત્ મહાવીરેજ અગા અને ઉપાંગની રચના કરી છે. પણ તેના ભાવાર્થ એમ છે કે તે આગમામાં વર્ણવેલી બધી હકીકતા મહાવીરે પોતેજ ઉપદેશી છે, અને તેથી તે તેમનાજ કરેલા કહેવાય છે. હિંદુસ્થાનમાં ગ્રંથકર્તૃત્વ માત્ર મૂળ વસ્તુ-મુળભૂત તત્ત્વના અર્થના ઉપદેશને આશ્રીતે મનાય છે, નહીં કે શબ્દરચનાને આશ્રીતે. શબ્દરચના ગમે તેમ થાય, તેને પ્રાધાન્ય આપવામાં આવતું નથી, ફક્ત અમાત્રનેજ મહત્ત્વ અપાય છે. ગ્રંથત્વના જે અર્થાં આપણે સમજીએ છીએ તે અર્થમાં મહાવોર સૂત્રેાના કર્તા નથીજ, એમ આપણે સહેલાઇથી સિદ્ધ કરી શકીએ છીએ. કારણ કે ઘણાં ખરાં સૂત્રેાની શરૂઆતમાં આપેલી નોંધ ઉપરથી જણાય છે કે તે સુધર્માએ જમ્મૂસ્વામીને કહેલા છે. ધણું કરીને તે મહાવીરના સિદ્ધાન્તા અને શબ્દો મૂળમાં–પ્રારંભમાં જુદા જુદા ગ્રંથા રૂપે રચાયાજ ન હતા, પરંતુ ભદ્રબાહુના સમયમાં અગિઆરે અંગે માજીદ હતાં, એમ હકીકતા ઉપરથી જાય છે. કારણ કે તેમણે એ અંગે ની વ્યાખ્યા રૂપે કેટલિક કૃતિ કરી હતી. ઉપર ટાંકેલી ભદ્રબાહુ અને સ્થૂલભદ્રની કથાના ભાવાર્થ જોતાં
આપી છે. ૧ અગેા:—માચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મ કથા, ઉપાસકદશા, અતક્રૃદશા, અનુત્તરૌપપાતિક, પ્રશ્નવ્યાકરણ, અને વિપાક સૂત્ર; ૨ ઉપાંગાઃ—પપાતિક, રાજપ્રશ્ન, જીવાભિગમ, પ્રજ્ઞાપુના, જમ્મુદ્દીપપ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂ`પ્રજ્ઞપ્તિ, નિરયાવલી, જેમાં—કાવત’સ, પુષ્ટિક, પુષ્પચૂલિક અને વહિનદશા, એ અત†ત થયેલાં છે; ૩ પ્રકીકા:—ચતુઃશરણ, આતુર પ્રત્યાખ્યાન, ભક્ત, સંસ્તાર, તઙ્ગલવઇચાલી, ચન્દાવીજ, દેવેન્દ્રસ્તવ, ગણિવીજ, મહાપ્રત્યાખ્યાન, વીરસ્તવ; ૪ છેદે—નશીથ, મહાનીશીથ, વ્યવહાર, દશ શ્રુતસ્કન્ધ, બૃહત્કલ્પ, પંચકલ્પ, ૫ નન્દીસૂત્રે, અનુયાગદ્વાર; ૬ મૂલસૂત્રેા:ઉત્તરાધ્યયન, આવશ્યક, દશવૈકાલિક અને પિણ્ડનિયુક્તિ.