________________
જૈન સ્તોત્રસાહિત્યની વિભાવના 39 જુદા જુદા વર્ગીકૃત કરીને તેમનાં નામ સાથે સ્તુતિ કરવામાં આવે છે. જ્યારે મિશ્રિત અનેક જિન સ્તુતિમાં બધાંનાં નામ સાથે નહીં પરંતુ બધાંની એકસાથે સ્તુતિ-વંદના સહ સ્તોત્રરચના કરવામાં આવે છે.
શુદ્ધ અનેક જિન સ્તોત્રના બે પેટાવિભાગ છે. પ્રથમ છે વિશિષ્ટ અને દ્વિતીય છે સામાન્ય. પ્રથમ વિભાગમાં અનેક જિનેશ્વરદેવનું વિશિષ્ટ રીતનું શુદ્ધ સ્તોત્ર રચવામાં આવે છે. જ્યારે દ્વિતીય વિભાગમાં અનેક જિનેશ્વરદેવનું શુદ્ધ પણ સામાન્ય રીતનું સ્તોત્ર રચવામાં આવે છે.
ઉપર્યુક્ત વર્ગીકરણ ઉપરાંત તેઓએ કાવ્યની સંરચનાના આધારે સ્તોત્રના સાત પ્રકારો જણાવ્યા છે. જેમાં સ્તોત્રનો વિષય, તે કઈ ભાષામાં રચાયેલું છે, તે કયા છંદમા રચાયેલું છે, ત્રણ પ્રકારના અલંકારોમાંથી કયા કયા અલંકારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે ઉપરાંત તેમાં કવિએ કયા પ્રકારની વર્ણનશૈલી અપનાવી છે, તે સ્તોત્રમાં શેનું પ્રતિપાદન થયેલું છે અને તેમાં શું વિશેષતા દર્શાવવામાં આવી છે. આમ આ સાતના આધારે કાવ્યની સંરચનાના પ્રકારો શ્રી હીરાલાલ કાપડિયાએ જણાવ્યા છે. તેઓ જણાવે છે કે સ્તોત્રનું મહત્ત્વ તેના પર રચાયેલી ટીકાઓ, વૃત્તિઓ, ચૂર્ણિઓ વિવરણ વગેરેના આધારે અને તેના અનુકરણરૂપ રચવામાં આવેલા પાદપૂર્તિરૂપ કાવ્યના આધારે નક્કી થાય છે.
શ્રી હીરાલાલ કાપડિયાએ ઉપર્યુક્ત સ્તોત્રના પ્રકારો જણાવ્યા છે. જ્યારે ડૉ. મણિભાઈ પ્રજાપતિ સ્તોત્રના પ્રકારો આ પ્રમાણે જણાવે છે. સ્તોત્રકાવ્યના નીચે પ્રમાણે પ્રકારો પાડી શકાય : ૧. (૧) દેવતાનુસારી સ્તોત્ર : તીર્થંકરાદિનાં સ્તોત્રો જેવાં કે ગૌતમસ્વામી સ્તવન, વીર સ્તવન, શોભન સ્તવ, પાર્શ્વજિન સ્તવ, ચતુર્વિંશતજિન સ્તુતિ, નેમિ સ્તવ વગેરે. (૨) દેવીસ્તોત્ર : સરસ્વતી સ્તોત્ર, પદ્માવતી અષ્ટોત્તર વગેરે.
૨.
૩.
૪.
૫.
વિષયાનુસારી સ્તોત્ર : ગ્રહશાંતિ સ્તવ, વિષયાહાર સ્તુતિ, અધ્યાત્મશતક, સિદ્ધચક્ર સ્તવન, તીર્થમાલા સ્તવ, જીવવિચાર સ્તવ, ચૈત્યપ્રતિકૃતિ સ્તવ, દોષાપહાર સ્તોત્ર, નિશ્ચય વ્યવહાર સ્તવ વગેરે
પ્રાતઃસ્મરણ સ્તોત્ર ઃ પ્રાભાતિક જિન સ્તુતિ, પ્રભાત કુલક વગેરે સહસ્રનામ સ્તોત્ર : જિન સહસ્રનામ, સહસ્રનામ સ્તવન વગેરે
પદસંખ્યાનુસારી સ્તોત્ર ઃ (૧) ષટ્ક (છ શ્લોક) (૨) અષ્ટક (આઠ શ્લોક) (૩) વિંશિકા (વીશ શ્લોક) (૪) ચતુર્વિંશિકા (ચોવીશ શ્લોક) (૫) પંચવિંશિકા (પચ્ચીશ શ્લોક) (૬) દ્વાત્રિંશિકા (બત્રીશ શ્લોક) (૭) ષત્રિંશિકા (છત્રીશ શ્લોક) (૮) પંચાશિકા (પચાસ શ્લોક) (૯) શતક (સો શ્લોક) વગેરે.૪
ડૉ. મણિભાઈ પ્રજાપતિ અને શ્રી હીરાલાલ કાપડિયાએ જણાવેલ સ્તોત્રના પ્રકારોમાં ફક્ત વિષયાનુસારી સ્તોત્રનો પ્રકાર મળતો આવે છે. બાકીના બધા જ સ્તોત્રના પ્રકારો ભિન્ન ભિન્ન છે. આથી સમજી શકાય છે કે સ્તોત્રના પ્રકારોનું પ્રમાણ કેટલું વિસ્તૃત છે અને તે પરથી એ પણ માનવું યથાર્થ છે કે જૈન ધર્મનું સ્તોત્ર-સાહિત્ય કેટલું વિશાળ છે. તેમાં મોટા પ્રમાણમાં