________________
જૈન સ્તોત્રસાહિત્યની વિભાવના * 45
૪૮ ગુણવાચક શબ્દોથી કરી હતી.
જૈન સાહિત્યમાં શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપનો મહિમા સ્તોત્રોમાં વિવિધતાપૂર્વક વર્ણવવામાં આવ્યો છે. ઉપર્યુક્ત સિવાયનાં અનેક સ્તોત્રો આનાં ઉત્તમ દૃષ્ટાંતો પૂરાં પાડે છે. દરેક સ્તોત્રમાં પ્રભુનાં નામ, ગુણ, રૂપ તથા તેમના સ્થાપિત તીર્થોનું પણ વર્ણન ક૨વામાં આવે છે. સાથે સાથે જિનેશ્વરદેવમાં રહેલા અલૌકિક મહિમાનું પણ સ્તોત્રોમાં વર્ણન ક૨વામાં આવેલું હોય છે. વિશિષ્ટ પ્રાર્થનાભાવ :
સ્તોત્રમાં યાચના કે પ્રાર્થનાનો ભાવ હોય છે. પ્રાર્થનાનો એક અર્થ માત્ર પ્રભુનો ગુણાનુવાદ થાય છે. તો બીજો અર્થ માગવું કે યાચના - આજીજી પણ થાય છે. કેટલાક સાધકો પ્રાર્થનાનો અર્થ અર્થાત્ સ્તોત્રમાં રહેલા ભાવને સમજતા નથી. આના અનુસંધાનમાં વિખ્યાત તત્ત્વજ્ઞાની અને નાટ્યલેખક શ્રી બર્નાર્ડ શૉનું મંતવ્ય છે કે, “સામાન્ય વ્યક્તિ પ્રાર્થના નથી કરતાં, તેઓ તો માત્ર માંગે છે !''
અર્થાત્ સામાન્ય માણસનો સ્તોત્રના પઠન-પાઠનનો ઉદ્દેશ પોતાની જરૂરિયાતોને પ્રભુની સમક્ષ રાખીને તેની પૂરતી કરવા માટે જ હોય છે. ઘણાં આવી પડેલી આપત્તિના નિવારણ માટે જ પ્રાર્થના કરતા હોય છે અને આમ કરવું નરી નાસ્તિકતા છે. જો યાચના જ કરવી હોય તો સ્વામી વિવેકાનંદનું આ મંતવ્ય એકદમ સચોટ પુરવાર થાય તેવું છે, “પ્રાર્થના દ્વારા જો કંઈ માગવું હોય તો એવી ચીજ ન માગો કે જે નાશવંત હોય.’’
સ્તોત્રના મંત્ર-જપ દ્વારા જો કોઈ પણ યાચના કરવી હોય તો જે નાશવંત નથી એવી વસ્તુની કરવી જોઈએ. કોઈ ભૌતિક સુખસામગ્રીની યાચના ન કરતાં નાશવંત નથી તેવી એટલે શાશ્વત સુખની, જન્મજન્માંતરના ભવભ્રમણમાંથી મુક્તિની, મોક્ષસુખની પ્રાપ્તિની યાચના કરવી જોઈએ.
જૈન દર્શન અનુસાર શ્રી જિનેશ્વરદેવ ન કોઈ અવતારી પુરુષ છે, ન તો સૃષ્ટિના કર્તાસર્જનહાર છે કે ન તો હર્તા, અંત કરનાર છે. મોક્ષગામી, જન્મ-મરણની ભવભ્રમણાથી મુક્ત સિદ્ધાત્મા કોઈને કંઈ આપતા નથી કે કોઈની પાસેથી કંઈ લેતા નથી. જિનેન્દ્રદેવનું આવું સ્વરૂપ જાણવા છતાં પણ મોટા મોટા વિદ્વાન આચાર્યો, શાસ્ત્રકારોએ ભક્તિના આવેગમાં આવીને કે ભાવ-વિહ્વળ થઈને તેમની પાસે યાચના કરી છે. પરંતુ તેમણે કરેલી યાચના એ ભૌતિક સુખ માટેની નથી. પરંતુ સ્વામી વિવેકાનંદના કહ્યા પ્રમાણે, જે નાશવંત નથી, તેવા મોક્ષરૂપી સુખની યાચના કરી છે. કારણ જિનેન્દ્રદેવની ભક્તિને વશ થયેલો સાધક જાણે છે કે તેઓના પુણ્ય ગુણોનું સ્મરણ ચિત્તને પાપરૂપી મલિનતાથી મુક્ત કરીને પવિત્ર બનાવે છે. આવો પવિત્ર બનેલો આત્મા પ્રભુ સાથે જલ્દીથી તપતા સાધી લે છે અને જો તેમ બને તો તેમાં કોઈ આશ્ચર્ય પણ નથી.
શ્રી માનતુંગસૂરિ ‘ભક્તામર સ્તોત્ર'માં કંઈક આવા જ પ્રકારનો ભાવ વ્યક્ત કરતાં જણાવે
છે કે,