________________
186
|| ભક્તામર તુર્થ્ય નમઃ |
અલ્પતાનું ભાન મને પૂરેપૂરું છે. પણ અનન્ય ભક્તિને કા૨ણે એ લજ્જાનો મેં ત્યાગ કર્યો છે અને તેમ કરવામાં દેવોથી ઊંચા દેખાવાનો, પ્રતિષ્ઠા મેળવવાનો કે અન્ય કોઈ લોભ તેમાં નિમિત્ત નથી. મારી ભક્તિ અત્યારે એટલી તીવ્ર બની છે કે મારાથી આપની સ્તુતિ-સ્તવના કર્યા સિવાય રહી શકાય તેમ નથી. માટે હું આ સ્તુતિની રચના કરું છું.
હવે પછીની બે પંક્તિઓમાં સૂરિજી પોતાની સરખામણી બાળક સાથે કરે છે. આપની સ્તુતિ સ્તવના કરવાનો મારો પ્રયત્ન બાળકની બાલચેષ્ટા ગણી ઉદારતાથી નિભાવી લેજો.
એક એક ઉપમાનનો ઉપયોગ હવે પછીના પઘમાં સૂરિજી કરે છે. અહીં તેઓ પોતાની સરખામણી બાળક સાથે કરે છે. ઉદાહરણ દ્વારા સમજાવે છે કે શીતલ ચંદ્રમાનું પાણીમાં પડતું પ્રતિબિંબ ઘણું સુંદર હોય છે. તે પ્રતિબિંબ જોઈને બાળક તેને પ્રાપ્ત કરવાની, મેળવવાની જીદ કરે છે. આવી ચેષ્ટા બાળક વિના કોણ કરે ? કોઈ બુદ્ધિમાન મનુષ્ય તેને પકડવાનો પ્રયત્ન કરતો નથી. કારણ કે તેને ખબર છે કે તે પ્રતિબિંબ મેળવવામાં સફળતા મળવાની નથી. પરંતુ અલ્પબુદ્ધિવાળા બાળકમાં જ આ પ્રકારની સમજણ ન હોવાથી તેઓ પ્રતિબિંબિત ચંદ્રમાને પકડવાની ચેષ્ટા કરે છે. આની સંભવિતતા કે અસંભવિતતા કે પોતાની શક્તિઓનો વિચાર કર્યા વગર જ પ્રતિબિંબને પકડવા માટે તેઓ હોંશભેર તૈયાર થાય છે અને તે માટેનો પ્રયત્ન પણ કરે છે. સૂરિજીએ જે સ્તુતિ-સ્તવનાની રચના કરવાનું કાર્ય ઉપાડેલ છે તે પણ આ જ પ્રકારનું કાર્ય છે. તેઓની સ્તુતિ-સ્તવના કરવાનું ગંભીર અને મહાનકાર્ય પોતાની શક્તિ બહારનું છે જાણવા છતાં સ્તુતિ કરવાની ભાવના એટલી તીવ્ર બની છે કે તેઓ પ્રભુની સ્તુતિ કરવા ઇન્દ્રોની વાણી પણ સમર્થ નથી તેવું કાર્ય પૂર્ણ કરવા ચાહે છે અને તેમ કરવામાં દેવોથી ઉંચા દેખાવવાનો, પ્રતિષ્ઠા મેળવવાનો કે અન્ય કોઈ લોભ તેમાં દેખાતો નથી. પરંતુ તેમનો આ પ્રયત્ન એક પ્રકારની બાલસહજ ચેષ્ટા જેવો છે. અને તેને ઉદારતાથી નિભાવી લેવા પ્રભુને પ્રાર્થના કરે છે.
અહીં સૂરિજીએ પોતાની સરખામણી બાળક સાથે કરી છે. બાળકનો અર્થ છે સરળતા અને સમર્પણ–બાળક બિંબ સુધી નથી પહોંચી શકતું તે પ્રતિબિંબ ઉપર અટકી જાય છે. કારણ કે બાળક ભોળું અને સરલ છે. બુદ્ધિશાળી માનવીઓમાં સમર્પણ-ભાવના ઓછી હોય છે. જ્યારે બાળક સમર્પણ ક૨વાનું જાણે છે. સૂરિજીએ પોતાને બાળક સ્વરૂપે રજૂ કરીને પ્રભુના ચરણયુગલમાં સંપૂર્ણ સમર્પણ કર્યું છે. આવી વિનમ્રતા સૂરિજી જેવા ભક્તમાં જ હોય. ભક્ત હૃદય કેવું વિનમ્ર હોવું જોઈએ? તેનું આ સુંદર દૃષ્ટાંત છે. શ્રી માનતુંગસૂરિ એક સમર્થ વિદ્વાન છે. વાણી પર અદ્વિતીય પ્રભુત્વ ધરાવે છે. છતાં ભગવાનના ગુણો ગાવા માટે પોતાને અસમર્થ માને છે. એક બાળક જેવા ગણે છે. જ્યાં સુધી આવી નમ્રતા ન આવે, આવી લઘુતા ન પ્રગટે ત્યાં સુધી ભગવાનની ભક્તિ યથાર્થ પૂર્ણ થઈ શકતી નથી. લઘુતા મેં પ્રભુતા વસે, પ્રભુતા સે પ્રભુ દૂર' એ વચનો સૂરિજીની પોતાની બાળક તરીકેની ગણના અને ભક્તિ કરવાની પ્રબળ ઇચ્છાને સમર્થન કરનાર છે.
આમ આ ગાથાની બે પંક્તિઓમાં સૂરિજી કહે છે કે, જેના સિંહાસનની કે પાદપીઠની ઇન્દ્રોએ ઉત્તમ સ્તુતિ કરીને પૂજા કરી છે. તેની પૂજા કરતાં મને સંકોચ થાય છે. લજ્જા આવે છે, પરંતુ