________________
324 || ભક્તામર સુભ્ય નમઃ
જેને ગુંથી ગુણગણરૂપે વર્ણફૂલે રમુજી, એવી માળા વિવિધ વિધિએ આપની હે પ્રભુજી ! તેને જેઓ નિશદિન અહા કંઠમાંહે ધરે છે, તેઓ લક્ષ્મી સુખથી જગમાં માનતુંગી વરે છે. (૪૪)
શબ્દાર્થ
જિનેન્દ્ર - હે જિનેશ્વરદેવ. સ્તોત્ર સંગમ – આ સ્તોત્રરૂપી માળા, તd Tળે – આપના ગુણો વડે, નિવામ – ગૂંથેલી, : ખન: – જે પુરુષમવસ્યા – ભક્તિપૂર્વક, મયાં – મારા વડે, વિર વળ વિચિત્ર – સુંદર વર્ણ અને મનોહર, પુણામ – પુષ્પોવાળી, નન : – જે પુરુષ, રૂદ – આ સંસારમાં – વંતિમ ઘરે – કંઠને વિષે ધારણ કરે છે, તમ્ – તેને, મનતુમ – પ્રતિષ્ઠા પ્રાપ્ત, માનનીય પુરુષને વશ – વિવશ થઈને, ત્રWી. સમુતિ – લક્ષ્મી પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ :
હે જિનેશ્વરદેવ ! મેં ભક્તિભાવપૂર્વક આપના પૂર્વોક્ત જ્ઞાનાદિ ગુણો વડે ગૂંથેલી આ સ્તોત્રરૂપી માળા મનોહર વર્ણરૂપી ચિત્રવિચિત્ર પુષ્પોથી યુક્ત છે. જે કોઈ મનુષ્ય આ સંસારને વિષે પોતાના કંઠમાં નિરંતર ધારણ કરે છે તે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે અને લક્ષ્મી સ્વયં વિવશ થઈને પ્રાપ્ત થાય છે. વિવેચનઃ ગાથા ૪૪
સ્તોત્રકાર સૂરિજી આ સ્તોત્રના અંતિમ શ્લોકની રચના કરતાં ઉપસંહારપૂર્વક તેનું ઉત્તમ ફળ બતાવતાં પ્રસન્નતાથી કહે છે કે, “હે જિનેશ્વરદેવ ! અનેક પ્રકારના શબ્દાલંકાર, રૂપક તેમજ દષ્ટાંતો સાથે આના ગુણરૂપી અત્યંત મનોહર પુષ્પો વડે, આપના પ્રત્યેની ભક્તિથી ભક્તામર સ્તોત્રરૂપી આ માળા મેં ગૂંથી છે. જે મનુષ્યો આ માળાને નિરંતર પહેરી હૃદયમાં ધારણ કરી રાખશે તે મહાનુભાવ માનતુંગ સ્વર્ગ અને પરંપરાએ મોક્ષરૂપી લક્ષ્મીને અવશ્ય પ્રાપ્ત કરશે.” - શ્રી માનતંગરરિએ શ્લોકના અંતિમ ચરણમાં ભક્તને માટે માનતંગ શબ્દનો પ્રયોગ કરીને આલંકારિક રીતે પોતાનું નામ ગૂંથી લીધું છે. આ માનતુંગ શબ્દ દ્વિઅર્થમાં વાપરી પોતાને થયેલા ઉપસર્ગ અને એ અવસ્થા દરમ્યાન સુંદર, મનોહારી, મધુર ભક્તામર સ્તોત્રની રચના કરી છે. તે તરફ તેમણે નિર્દેશ કરેલ હોય તેમ લાગે છે. બીજો અર્થ સામાન્ય થકી ઊંચા થયેલા એવો થાય છે.
સામાન્ય રીતે દરેક સ્તોત્રના અંતિમ શ્લોક તેના નિચોડરૂપ, ફળસ્વરૂપ હોય છે. ભક્તામર સ્તોત્રના ફળસ્વરૂપ આ અંતિમ શ્લોક છે. સૂરિજીએ સ્તોત્રમાં ભક્તિ અને ભક્તિનું ફળ, સ્વર્ગ તેમજ પરંપરાએ મોક્ષની પ્રાપ્તિની વાત આ અંતિમ શ્લોકમાં કરી છે.