________________
પ્રભાવક કથાઓ - 423 પૂ. ગુણસેનસૂરિજી એ પંદરમા શ્લોકનો જાપ કરતાં ચક્રેશ્વરી દેવીએ આવીને મલ્લષિ મુનિનો પ્રભાવ જણાવ્યો. મલ્લષિ મુનિને ચકેશ્વરી દેવી આદિ ઘણાં દેવદેવીઓની સહાય હતી. આચાર્ય ગુણાકરસૂરિજી એ તથ્ય ધ્યાનમાં લાવે છે કે મહામુનિનાં ચરણજળથી પણ ઘણાં દેવદેવીઓ પ્રભાવિત થયાં હોય છે.
શ્રી ચક્રેશ્વરી દેવી ભક્તામર સ્તોત્રની જ અધિષ્ઠાયિકા રૂપે નહીં પણ તપોનિષ્ઠ સાધુ ભગવંતોની પણ અધિષ્ઠાયિકા રૂપે મહાન શાસનસેવા કરે છે.
આ શ્લોકમાં બંધમોક્ષિણી વિદ્યા અને સ્વપ્નવિદ્યા એ બે વિદ્યાઓ રહેલી છે. પ્રભાવક કથા-૯ (શ્લોક ૧૬-૧૭)
સોળમા અને સત્તરમા શ્લોકમાં અનુક્રમે શ્રી સંપાદિની અને શ્રી અરવિદ્યોચ્છેદિની વિદ્યા સમાયેલી છે. આ કથા તો જૈનશાસનના મહાન કાણિક મહાપુરુષોનો ઇતિહાસ છે, જે આ પ્રમાણે જાણવો.
સંગરપુર નામના શહેરમાં સંગર નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના ગુરુનું નામ ધર્મદેવાચાર્ય હતું. રાજાને એક પુત્ર હતો. તેનું નામ કેલિપ્રિય હતું. કાળાનુક્રમે તે યોવનાવસ્થાને પામ્યો.
રાજા જેટલો શ્રદ્ધાળુ અને નીતિમાન હતો તેટલો જ કેલિપ્રિય, નાસ્તિક અને ક્રૂર હતો.
એક વખત કેલિપ્રિય તેના મિત્રો સાથે જંગલમાં શિકાર કરવા માટે ગયો તે વખતે ઉદ્યાનમાં ગુરુ ભગવંત ધર્મદેવાચાર્ય બિરાજમાન હતા. તેમણે રાજકુમારને ધર્મોપદેશ આપવા માંડ્યો પણ તે રાજકુમાર સ્વચ્છંદપણે ગમે તેમ બોલવા લાગ્યો. ગુરુભગવંતને લાગ્યું કે આ દુર્લભબોધિ જણાય છે, તેથી તેમણે ભક્તામરની ૧૬મી-૧૭મી ગાથાનું એકચિત્તે ધ્યાન ધર્યું, જેના પ્રભાવથી ચક્રેશ્વરી દેવી હાજર થયાં. ગુરુદેવે દેવીને કહ્યું કે આ રાજકુમારને નારકી દુઃખો દેખાડી પ્રતિબોધ પમાડો. તેમ જ થયું ! ચક્રેશ્વરી દેવીએ રાજકુમારને બેભાન બનાવી નરકનાં દારુણ દુઃખોનો આભાસ કરાવ્યો. જે દશ્યો જોઈને કેલિપ્રિય ઘણો જ ભય પામ્યો અને પાપના ફળ દેખી ધ્રૂજી ઊઠ્યો. પછી દેવીએ તેને હોશમાં આણ્યો.
કેલિપ્રિય હોશમાં આવતાં જ ગુરુદેવનાં ચરણોમાં પડ્યો અને ધર્મનું રહસ્ય સમજાવવા વિનવવા લાગ્યો. ધર્મનું રહસ્ય સમજાતાં જ નૂતન જીવન જીવવાની પ્રતિજ્ઞા સાથે કેલિપ્રિય પાછો ફર્યો.
ભક્તામર સ્તોત્રના ગુણગાન ગવાયા; જૈન ધર્મનો જયઘોષ થયો. નાસ્તિકને પણ આસ્તિક બનાવે એવો પ્રભાવ આ ૧૬મા-૧૭મા શ્લોકમાં રહેલો છે.