________________
218 ।। ભક્તામર તુર્થ્ય નમઃ II
મુખમંડલ કલંકથી મલિન થયેલું છે જ્યારે જિનેશ્વરદેવના મુખમંડલ પર કોઈ કલંક નથી. વળી ચંદ્રનું બિંબ દિવસમાં પાકી ગયેલાં પાંદડાંની માફક ફિક્કું પડી જાય છે. જ્યારે શ્રી જિનેશ્વરદેવનું મુખ દિવસ અને રાત્રી બંને સમયે સમાન કાંતિવાળું રહે છે. તાત્પર્ય કે શ્રી જિનેશ્વરદેવનું મુખમંડળ અનુપમ કાંતિ ધારણ કરનારું છે.
જગતના કોઈ પણ પદાર્થમાંથી ઉત્તમ ગુણને લઈએ તો એ ગુણ પ્રભુના મુખમાં જોવા મળે છે. અર્થાત્ જગતના ઉત્તમ ગુણો પ્રભુના મુખમાં સમાયેલા છે. પ્રભુનું મુખ અનેક ગુણોનો ભંડાર છે. તેમાં અવગુણોને કોઈ સ્થાન નથી. જ્યારે જગતના દરેક પદાર્થની અંદર જ્યાં ગુણ વિહ૨માન હોય ત્યાં તેની સાથે અવગુણ પણ હોય છે. પ્રભુનું મુખ કલંક રહિત, મલિનતા રહિત છે. જ્યારે જગતના અનેક પદાર્થો કલંકિત અને મલિનતાથી ભરેલા હોય છે. પ્રભુના મુખના ગુણોની સરખામણી ચંદ્રની સાથે કરવામાં આવી છે. ચંદ્ર શીતળ, સૌમ્ય અને પ્રસન્નતા આપનાર છે. ચંદ્રની શીતળ ચાંદની, સૌમ્યતાને કારણે તેની સામે નજર માંડી શકાય છે તેથી પ્રસન્નતા પમાય છે. વળી સૂર્યના અસ્ત થયા બાદ રાત્રીના સમય દરમ્યાન તે શીતળતા અને પ્રકાશ પાથરે છે. આ બધા ગુણોને કારણે જગતમાં ચંદ્રને સુંદર ઉપમાન ગણવામાં આવ્યું છે. સૂરિજી હવે અહીં આ ઉપમાન પર ઉપમેયની શ્રેષ્ઠતા બતાવે છે. પ્રભુનું મુખ શીતળ, સૌમ્ય અને પ્રસન્નતાથી ઓપતું છે. આથી આ મુખનાં દર્શન કરનાર તેના શરણે રહેનાર શાંતિ, શીતળતા અને પ્રસન્નતાનો અનુભવ કરે છે. ચંદ્રની જેમ પ્રભુનું મુખ પણ પરોપકારનું કાર્ય કરે છે. ચંદ્રના બિબમાં જે ગુણો છે તે સર્વ ગુણો પ્રભુના મુખમાં છે. પરંતુ તે ઉપરાંત જે ગુણો ચંદ્રના બિંબમાં નથી તે ગુણો પણ પ્રભુના મુખમાં છે. તે હવે પછીની પંક્તિમાં સૂરિજી વર્ણવે છે.
સૂરિજીએ ઉપમાન પર જે ઉમપેયતા બતાવી છે તે સંદર્ભે સાધ્વીજી દિવ્યપ્રભાશ્રીજી જણાવે છે કે, “ઉપમાનના અનુસંધાનમાં મળેલાં વ્યોમ વિહારી, સકલંક, વિધુ, આંખો સામે આવતાં દિવસ દરમ્યાન નિસ્તેજ તેમજ ફિક્કા પડેલાં, વિવર્ણ બનેલાં પલાશનાં પાંદડાંની જેમ બિંબ તરફ જાય છે અને પુનઃ સદા સુધા વર્ષી સમુજ્વલ, સદેવ, શીતલ, નિર્મળ, સદાહિતકારી, સર્વોત્તમ પ્રકાશક ધરાતલવિહારી, નિષ્કલંક, ઓજસ્વી, આત્મવિદ્યુના મુખચંદ્રનાં દર્શન થાય છે. અહીં ઉપમાનથી વિશેષ ઉપમેયને બતાવીને તેમને શ્રેષ્ઠ સાબિત કરી રહ્યા છે.૧૫
સૂરિજીએ ચંદ્રમાને ઉપમાન તરીકે વર્ણવ્યો છે. વાદળાઓમાં વિહરમાન ચંદ્રમા સકલંક છે. તેની ગોળાકાર મુખાકૃતિમાં એક કાળી આકૃતિ છે જે ચંદ્રમાને મલિન બનાવે છે. અને તેના નિષ્કલંક – પણાને માટે શ્રાપરૂપ છે. વળી ચંદ્રમા દિવસે સૂર્યના તેજસ્વી પ્રકાશ પાસે અત્યંત પીળો પડી ગયેલો લાગે છે. મેઘવિજય કૃત ભક્તામર ટીકાની વૃત્તિમાં ચંદ્રના બિંબ માટે કહ્યું છે કે ‘નીર્બવત્રતુત્વમ્' પાકી ગયેલાં પાંદડાની માફક ચંદ્રનું બિંબ દિવસ દરમ્યાન ફીકું લાગે છે. જ્યારે કોઈ પણ કાળે પ્રભુનું મુખ નિષ્કલંક છે. ઘાતી અને અઘાતીરૂપ કાલિમાનો સંપૂર્ણ નાશ થયેલો હોવાથી તેમના મુખ ઉપર શાંતરસરૂપ વીતરાગતા છવાયેલી છે. તેથી જ પ્રભુનું રૂપ દિવસ તેમજ
-