________________
424 ॥ ભક્તામર તુલ્યું નમઃ II પ્રભાવક કથા-૧૦ (શ્લોક ૧૮)
અણહિલપુર પાટણ શહે૨માં કુમારપાળ નામનો રાજા રાજ્ય કરતો હતો. શ્રી ઉદયન મંત્રીના પુત્ર આંબડને તેની સેવાના બદલામાં ‘લાટ' દેશ બક્ષિસમાં આપેલ હતો. તે હંમેશાં ભક્તામર સ્તોત્રનો નિયમિત પાઠ કરતો હતો.
એક વખત ભૃગુકચ્છ નગરથી નીકળી કામ પ્રસંગે બહાર જવા નીકળ્યો. જતાં જતાં રસ્તામાં એક ગિરિ ગુફાઓવાળી અટવીમાં તે આવી ચડ્યો. તેણે ભક્તામર સ્તોત્રના ૧૮મા શ્લોકનું એક ચિત્તે પઠન કર્યું જેના પ્રભાવથી ચક્રેશ્વરી દેવી હાજર થયાં અને પ્રસન્ન થઈ તેને વિષનું વિહરણ કરનાર તથા વિઘ્નનું નિવારણ કરનાર ચંદ્ર સમાન તેજસ્વી એવા ચંદ્ર પ્રભુનું બિંબ આપ્યું અને બીજું જે કાંઈ જોઈતું હોય તે માંગવા કહ્યું.
ત્યારે આંબડે હંમેશાં અનિષ્ટ ફળને મારવાવાળી નાગવલ્લી માગી જે આપીને ચક્રેશ્વરી દેવી અદશ્ય થઈ ગયા.
દેવીએ આપેલી મૂર્તિની આંબડ રોજ પૂજા કરવા લાગ્યો. રાજઆજ્ઞાથી કોંકણ દેશના મલ્લિકાર્જુનને હણીને તેની આઠ વસ્તુઓ પ્રાપ્ત કરી રાજાના ચરણમાં ધરી તેથી રાજાએ આંબડને રાજપિતામહનું બિરુદ આપ્યું.
ત્યારપછી માતાના પગમાં પડી નમસ્કાર કર્યા પણ માતાને નારાજ જોઈ તેમને કારણ પૂછ્યું તો માતાએ કહ્યું ઃ રાજહત્યાના લાગેલા પાપના નિવારણ માટે તું ભૃગુકચ્છમાં ‘શકુનિ વિહાર’ વગેરેનો જીર્ણોદ્ધાર કરાવે નહીં તો હું શી રીતે પ્રસન્ન થાઉં ?
આંબડે આ સાંભળી શ્રી હેમચંદ્રાચાર્યના સાન્નિધ્યમાં જીર્ણોદ્ધાર કરાવ્યા. પ્રતિષ્ઠા સમયે તેણે દીધેલા ઉત્કૃષ્ટ દાનને જોઈ આચાર્યશ્રી બોલ્યા કે આ કલિયુગમાં તારો જન્મ થયો હોવા છતાં તેં કલિયુગને ભુલાવી દીધો છે.’ અને ભક્તામર સ્તોત્રનો જયજયકાર થયો.
આ રીતે ૧૮મા શ્લોકમાં ‘દોષ નિર્નાશિની’ મહાવિદ્યા વિદ્યમાન છે. જેનાથી આંબડને રાત્રિના સમયે લાગતા ભયનું નિવારણ પણ થયાનો ઉલ્લેખ પણ છે.
પ્રભાવક કથા-૧૧ (શ્લોક ૧૯)
વિશાલા નામની નગરીમાં જૈનધર્મી લક્ષ્મણ નામનો શ્રેષ્ઠી હતો. તેણે ગુરુ રામસુરિ પાસેથી આમ્નાય સહિત ભક્તામર સ્તોત્ર શીખેલું હતું. જેનો હંમેશાં શુદ્ધ ભાવથી જાપ કરતો હતો.
એક વખત રાત્રિના સમયે એકચિત્તે ભક્તામર સ્તોત્રના ૧૯મા શ્લોકનું શેઠ ધ્યાન ધરતા હતા. તે સમયે ચક્રેશ્વરી દેવી પધાર્યાં અને તેમણે શેઠને તેજોમય મણિ આપ્યો. એમ કહ્યું કે જ્યારે કોઈ પણ ઠેકાણે ભયંકર અંધકાર હોય ત્યારે તું આ ૧૯મા શ્લોકનું સ્મરણ કરજે અને મણિને આકાશમાં ઉછાળજે જેનાથી ચંદ્ર જેવો પ્રકાશ ફેલાશે. તારી ઇચ્છા હોય ત્યાં સુધી મણિ આકાશમાં રહેશે પછી પાછો તે ણિ તારી પાસે આવી મૂળ સ્થિતિમાં રહેશે.' આમ કહીને દેવી અદૃશ્ય થઈ ગયા.